________________
અને કર્મધારાના ધારાવાહી પ્રવાહમાં વહેતાં તેનાથી જન્મ પામેલા પેલા બે કુમાર જેનું નામ છે કષાયાનંદકુમાર અને વિષયાનંદ કુમાર. તે ભગવતીના પહેલા ભાગમાં મોહરાજા અને દુર્ગુણા મહારાણી પાસેથી નાસી છૂટેલા, સાંતતા દેવી પાસે આવેલા, શુક્લપક્ષી-પરિત્ત સંસારી બની ચૂકેલા બાલ્યાવસ્થાથી મુક્ત બનીને તરુણાવસ્થામાં પ્રવેશી ઉદાસીન વૃત્તિ કેળવી રહેલા છે. જેઓ પ્રયોગશાળામાં પ્રવેશ કરી નવા-નવા પ્રયોગો જાણે છે. જાણી-સાંભળી જીવનમાં ઉતારવાની કોશિષ કરી રહ્યા છે. આજે તેઓ નિર્ણય કરીને આવ્યા છે કે અંધકારમાં હવે જવું નથી. પ્રકાશ તરફ ગતિ વધારવી છે, જ્ઞાન વિકાસ ધારાએ જોરદાર પુરુષાર્થ ઉપાડી, વિશુદ્ધિ થાય તેવા પ્રશસ્ત ભાવોની પરિણામ ધારા દ્વારા ભગવતી મૈયાનો વિનય શુશ્રુષા કરતાં ઉપરોક્ત સૂત્રનું ઉચ્ચારણ કરતાં ચરણોમાં નમસ્કાર કરી, અંજલી જોડી, શાળામાં આવી ઊભા રહ્યા છે. ભગવતી મૈયાએ બંને કુમારો ઉપર વરદ હસ્ત ફેલાવી, બેસી જવાનો ઈશારો કરે છે. બંને કુમારો અદબપુર્વક બેસી જાય છે.
[ભગવતી મૈયા] બોલો કુમારો! આજે શું શીખશો? તમારી જે ભાવના હોય તે ભાવ ખોલું.
| [બંને કુમાર) મા ! ચાર શતક ખંડના ચાલીશ પ્રયોગો બરાબર બેસી ગયા. હવે પાંચમા, છઠ્ઠા, સાતમા શતક ખંડના ભાવોને પ્રકાશો. મા! હવે અજ્ઞાન અંધકારમાં જવું નથી, પ્રકાશ ભણી પ્રગતિ કરાવો. આ રીતનો ઉત્તર સાંભળી માતા પ્રસન્ન થયા. ત્રણ શતકના ત્રીસ ઉદ્દેશકના ભાવો પ્રકાશવા માટે શ્રુતજ્ઞાનરૂપ વદનમાંથી વાણી વહેવડાવી.
પ્રિય બાળકો! તમારી સમાન જિજ્ઞાસુ ઈન્દ્રભૂતિ ગૌતમ ગણધર, અણગારો, દેવો, શ્રાવક-શ્રાવિકા, અન્યતીર્થિકો વગેરેએ તીર્થકરોને પ્રશ્નો પૂછ્યા છે. તેના જવાબો અનંતજ્ઞાની વીતરાગે યથાર્થ ભાવોથી યુક્ત પાઠવ્યા છે. તે જ ભાવો તમારી સમક્ષ કહું છું. પ્રયોગ–૧ –હે કુમારો! તમારી જીજ્ઞાસાનુસાર હું તમોને સૂર્યના પ્રકાશ વિષે સમજાવું. સૂર્ય પોતે જ પ્રકાશપુંજ છે, તેણે ક્યારે ય અંધકાર જોયો જ નથી. તે અપ્રમત્ત યોગી થઈને જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં પ્રકાશ પાથરતો જાય છે. અંધકારના પુદ્ગલોને પણ પ્રકાશમય બનાવી દે છે, ઉષ્મા અર્પે છે, સ્કૂર્તિમાન બનાવી જાગૃત કરે છે. તે જ્યાં દેખાય છે ત્યાં તે તાપ દિશાને પૂર્વ દિશા કહેવાય છે. સૂર્ય, તે જ્યોતિષી દેવોનું નિવાસ સ્થાન છે, શાશ્વત છે, ચાલતાં ઘર જેવું છે, તે હંમેશાં ચાલતાં જ રહે છે. અઢીદ્વીપમાં તેનો
30