________________
સંપાદકીય
અપૂર્વ મૃતઆરાધક ભાવયોગિની
બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. પામરતા પલટાવે, સમ્યકત્વમાં સુલટાવે તેવી જિનવાણી જનજનમાં વસી જજો, આગમ અવલોકતા અરિહંત બનવાના પરમ પ્રાણ મમ અંતરમાં પ્રગટી જજો, પરમ ઉપકારી ઉજમ' 'ફૂલ' 'આમ્ર' પ્રભા' ગુણી દેવોને વિનીત ભાવે વંદન હજો, સંપાદન કાર્ય કરવાની કુશળતા યથાર્થ બને તેવી કૃપા સદા વરસતી રહેજો.
પ્રિય પાઠક ગણ ! સુવ્રતી જિનશાસન પ્રેમી વાચકગણ !
ત્રણે ય લોકના તમામ જીવોના ત્રિવિધ તાપ, સંતાપ, ઉતાપને શાંત ઉપશાંતપ્રશાંત કરી, સંપૂર્ણ ત્રણે ય લોક, અલોક અને લોકાલોકના અનંત જ્ઞાન સહિતનું આત્મિક વાસ્તવિક સુખ પ્રાપ્ત કરાવે, જન્મ મરણના ફેરા ટાળે, તિમિરમાંથી પ્રકાશ પુંજ પ્રગટાવે, પરમ તત્ત્વના મર્મને ખોલી સ્વરૂપ તરફ લઈ જાય, વિવિધ વિષયોના વહેમની બાધા પીડાને નાશ કરે, તેવું વિવાહ પ્રજ્ઞપ્તિ નામનું પાંચમું અંગ, જેનું બીજું નામ છે ભગવતી સૂત્ર, તેનો બીજો ભાગ, પાંચ-છ-સાત એમ ત્રણ શતકનું સંપુટ, ત્રીસ ઉદ્દેશકની શોભાથી અલંકૃત, જાણે કે ત્રીસ મહામોહનીય સ્થાનનો નાશ કરી નિમાંહ દશા પ્રગટ કરાવવા માટે આશ્ચર્યજનકવિવિર ફ્રેવરી પત્ત ધમૅની વિવિધ વાતોની જાણ કરનારું, મનમોહક, ચિત્તરંજક, હૃદયદ્રાવક–ભયભંજક, વૈરાગ્યજનક, વિરતિપ્રેરક, આ આગમ આપ સમક્ષ ઉપસ્થિત કરી રહ્યા છીએ. વધાવી લેજો; મન, વચન, કાયાના ત્રણે યોગ એકત્વ કરી, અહોભાવથી સર્વજગતની જંજાળથી વિરામ પામી, સત્કાર સન્માન કરશો, તો ભવોદધિથી અવશ્ય પાર પામી જશો.
નમસ્તુભ્યમ્ નમસ્તુભ્યમ્ મા ભગવતી ! નમસ્તુભ્યમ્ નમસ્તુભ્યમ્. પ્રથમ ભાગમાં ચાર શતક અર્પણ કર્યા હતા, અરિહંત પિતાની સુપુત્રી જિનવાણી ભગવતીમૈયા છે. તેમણે પ્રભુના સર્વાંગમાંથી પસાર થઈ શ્રી મુખેથી જન્મ ધારણ કર્યો છે તથા ગણધર દ્વારા રચિત સૂત્રરૂપ ગ્રંથિત વસ્ત્રનો સ્વાંગ સજ્યો છે, તેવા ભગવતી મૈયા એકતાલીસ શતકની પ્રયોગશાળા રચી મુમુક્ષુઓને શિક્ષણ આપી રહ્યા છે. તે શિક્ષણ પામવા માટે આપણી જ કલુષિત વૃત્તિથી પુષ્ટિ પામી ઊભા થયેલા, ચેતનધારા