________________
| ૨૯૦ |
શ્રી ભગવતી સત્ર-૨
પ્રભુએ તેનું સ્પષ્ટીકરણ ગંધ દ્રવ્યના માધ્યમે કર્યું છે. જેમ કોઈ દેવ દ્વારા ગંધ દ્રવ્યના ખુલ્લા ડબ્બાને લઈ જંબૂદ્વીપની ૨૧ વાર પરિક્રમા કરવાથી ગંધ પુગલ આખા જંબૂદ્વીપમાં ફેલાઈ જાય છે તો પણ કોઈ તે ગંધને દેખાડી શકે નહીં, કારણ કે તે દષ્ટિનો વિષય નથી. તેમજ આત્માના સુખ દુઃખ પણ દષ્ટિના વિષય નથી તેથી તેને પણ કોઈ બહાર કાઢીને દેખાડી શકે નહીં.
દષ્ટાંત આપવાનો આશય એ છે કે જ્યારે રૂપી ગંધયુગલ પણ કોઈ દેખાડી શકે નહીં તો અરૂપી આત્માના અરૂપી સુખ દુઃખ કાઢીને કોઈ કેમ દેખાડી શકે? અર્થાત્ ન જ દેખાડી શકે.
જીવનું સ્વરૂપ :
२ जीवे णं भंते ! जीवे, जीवे जीवे ? गोयमा ! जीवे ताव णियमा जीवे, जीवे वि णियमा जीवे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શુદ્ધ જીવાત્મા જીવ રૂપ છે કે સંસારના જીવો જીવરૂપ છે?
ઉત્તર-હે ગૌતમ! શુદ્ધ જીવાત્મા તો નિયમઃ જીવરૂપ છે જ અને સંસારના જીવો પણ નિયમિત જીવાત્મ સ્વરૂપ છે. | ३ जीवे णं भंते ! णेरइए, णेरइए जीवे ? गोयमा ! णेरइए ताव णियमा जीवे, जीवे पुण सिय णेरइए, सिय अणेरइए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું જીવ, નરયિક છે કે નરયિક, જીવ છે?
ઉત્તર- હે ગૌતમ! નૈરયિક તો નિયમઃ જીવરૂપ છે જ પરંતુ જીવ ક્યારેક નૈરયિક હોય છે અને ક્યારેક અનૈરયિક પણ હોય. | ४ जीवे णं भंते ! असुरकुमारे, असुरकुमारे जीवे ?
गोयमा ! असुरकुमारे ताव णियमा जीवे, जीवे पुण सिय असुरकुमारे, सिय णो असुरकुमारे । एवं दंडओ भाणियव्वो जाव वेमाणियाणं । શબ્દાર્થ – વંદો = આલાપક, પૂર્વવત્ સંપૂર્ણ કથન. ભાવાર્થ – – હે ભગવન્! શું જીવ, અસુરકુમારરૂપ છે કે અસુરકુમાર જીવરૂપ છે?
ઉત્તર–હે ગૌતમ! અસુરકુમાર તો નિયમઃ જીવરૂપ છે જ પરંતુ જીવ ક્યારેક અસુરકુમાર પણ હોય અને ક્યારેક અસુરકુમારથી ભિન્ન પણ હોય. આ જ રીતે વૈમાનિક સુધી સર્વ આલાપક કહેવા જોઈએ. ५ जीवइ भंते ! जीवे, जीवे जीवइ ?