________________
શતક-૬ઃ ઉદ્દેશક-૯
[ ૨૮૧ |
'શતક-૬ : ઉદ્દેશક-૯ |
કર્મ
જ્ઞાનાવરણીય કર્મ બંધની સાથે અન્ય કર્મ બંધ :| १ जीवे णं भंते ! णाणावरणिज्ज कम्मं बंधमाणे कइ कम्मप्पगडीओ बंधइ ।
गोयमा ! सत्तविहबंधए वा अट्ठविहबंधए वा छव्विहबंधए वा; एवं बंधुद्देसो पण्णवणाए णेयव्वो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મને બાંધતો જીવ કેટલી કર્મ પ્રકૃતિઓને બાંધે છે?
- ઉત્તર- હે ગૌતમ! સાત પ્રકૃતિઓને બાંધે છે, આઠ પ્રકૃતિઓને બાંધે છે અથવા છ પ્રકૃતિઓને બાંધે છે. અહીં અવશેષ વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના બંધોદેશક અનુસાર જાણવું જોઈએ.
વિવેચન :
જ્ઞાનાવરણીય કર્મનો બંધ દશ ગુણસ્થાન સુધી થાય છે. તેમાં એકથી સાત ગુણસ્થાન સુધી ત્રીજું ગુણસ્થાન છોડીને શેષ ગુણસ્થાનમાં આયુષ્ય બંધાતુ હોય ત્યારે જ્ઞાનાવરણીય કર્મ બાંધતા આઠ કર્મ બંધાય છે. આયુષ્ય ન બંધાતું હોય ત્યારે સાતકર્મ અને ત્રીજે, આઠમે, નવમે ગુણસ્થાને પણ સાતકર્મ બંધાય છે. સૂક્ષ્મસંપરાય ગુણસ્થાને જીવ આયુષ્ય અને મોહનીય કર્મને છોડીને છ કર્મ બાંધે છે. કર્મબંધ સંબંધી અન્ય વર્ણન માટે સ્ત્રમાં પ્રજ્ઞાપના સૂત્રના ત્રેવીસમા પદના બંધુદ્દેશકનો અતિદેશ કર્યો છે. તે વર્ણન ત્યાંથી જાણવું. દેવોનું વિદુર્વણા સામર્થ્ય :
२ देवेणं भंते ! महिड्डीए जाव महाणुभागे बाहिरए पोग्गले अपरियाइत्ता पभू एगवण्णं, एगरूवं विउव्वित्तए ? गोयमा ! णो इणढे समढे ।।
देवे णं भंते ! बाहिरए पोग्गले परियाइत्ता पभू ? गोयमा ! हंता, पभू । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મહદ્ધિક, મહાનુભાગ–મહાપ્રભાવશાળી આદિ વિશેષણ સંપન્ન દેવ બહારના પગલો ગ્રહણ કર્યા વિના એક વર્ણના અને એક આકારના શરીરાદિની વિર્વણા કરવામાં સમર્થ છે?