________________
૨૭૪
શ્રી ભગવતી સૂત્ર–૨
સંયોજિત કરવું.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! (૧) શું જીવ જાતિનામ નિધત્ત છે ? (૨) શું જાતિનામ નિધત્તાયુ છે ? (૩) શું જીવ જાતિનામ નિયુક્ત છે ? (૪) શું જાતિનામ નિયુક્તાયુ છે ? આ જ રીતે (૫) શું જીવ જાતિ ગોત્ર નિધત્ત છે ? (૬) શું જાતિ ગોત્ર નિધત્તાયુ છે ? (૭) શું જીવ જાતિ ગોત્ર નિયુક્ત છે ? (૮) શું જાતિ ગોત્ર નિયુક્તાયુ છે ? (૯) શું જીવ જાતિનામ ગોત્ર નિધત્ત છે ? (૧૦) શું જાતિનામ ગોત્ર નિધત્તાયુ છે ? (૧૧) શું જીવ જાતિનામ ગોત્ર નિયુક્ત છે ? (૧૨) જાતિનામ ગોત્ર નિયુક્તાયુ છે ? યાવત્ (૭૨) અનુભાગ નામ ગોત્ર નિયુક્તાયુ છે ?
ઉત્તર– હે ગૌતમ ! જીવ જાતિનામ નિધત્ત પણ છે યાવત્ અનુભાગનામ ગોત્ર નિયુક્તાયુ પણ છે, આ રીતે છ આલાપક કહેવા યાવત્ વૈમાનિક સુધીના ચૌવીસ દંડકમાં ૧૨x૬ = ૭૨ આલપાક કહેવા જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આયુષ્ય સાથે છ બોલને નિધત્ત અને નિકાચિત કરવા રૂપ ૬×૨ = ૧૨ પ્રકારની અવસ્થાની વિચારણા છે.
જીવ જ્યારે આયુષ્યનો બંધ કરે ત્યારે સત્તાગત(પૂર્વે બંધાયેલી) પાંચ જાતિ અને ચારગતિ વગેરે નામકર્મમાંથી આયુષ્યને અનુરૂપ ગતિ, જાતિ વગેરે આયુષ્ય સાથે સંયોજિત કરે છે, નિબદ્ધિત કરે છે. જેમ નરકાયુનો બંધ થતો હોય ત્યારે તેની સાથે સત્તામાં રહેલી ચાર ગતિ, પાંચ જાતિમાંથી નરકગતિ, પંચેન્દ્રિય જાતિ આદિ આયુષ્ય સાથે જોડાઈ જાય છે.
નિધત્ત ઃ– બે પ્રકારે અર્થ થાય છે યથા-(૧) નિધત્તે નિષિવન્ત વિશિષ્ટ વષ વા કૃત યૈઃ । નિધત્ત એટલે નિષિક્ત, વિશેષ પ્રકારનો બંધ. (૨) નિધત્ત નિગેશ્વર્મ પુત્ત્તતાનાં પ્રતિસમયમનુભવનાર્થ નેતિ । નિધત્ત એટલે નિષેક રચના. કર્મને પ્રતિસમયે ઉદયમાં આવવા માટે વિશેષ રીતે સ્થાપિત કરાય તેને નિધત્ત કહે છે. અહીં આયુષ્ય સાથે વિશિષ્ટ પ્રકારના બંધ(જોડાણ–ગોઠવણી) માટે નિધત્ત શબ્દ પ્રયુક્ત થયો છે.
તાત્પર્ય એ છે કે કર્મોની જે ગોઠવણી કરાય તેને નિષેક–નિધત્ત કહે છે અને તે ગોઠવણી આયુષ્યકર્મ સાથે કરાય તેને નિધત્તાયુ કહેવાય છે. નિષિક્ત અને નિધત્ત બંને પર્યાય શબ્દ છે તેમ છતાં વર્તમાનમાં બંધાતા કર્મની ગોઠવણીને નિષેક કહે છે અને પૂર્વબદ્ધ કર્મની આયુષ્ય બંધ સમયે ગોઠવણીને નિધત્ત કહે છે.
નિયુક્ત – બે પ્રકારે અર્થ થાય છે—– (૧) નિયુવાં નિતાં યુવત સંબદ્ધ નિશ્વિત મૃત વૈ:। સ્પષ્ટ રીતે ભોગવ્યા પછી જ છૂટી શકે તેવી કર્મબંધની અતિ દઢતમ અવસ્થાને નિકાચિત–નિયુક્ત કહે છે. (૨) નિયુક્ત્ત વેન વા। કર્મનું વેદન કરવું અર્થાત્ કર્મ વેદનના પ્રારંભને નિયુક્ત કહે છે. આ