________________
શતક-૬ઃ ઉદ્દેશક-૮
[ ૨૭]
છ પ્રકારના આયુષ્ય બંધના બે પ્રકાર છે– નિધત્ત અને નિકાચિત. તેમજ નિધત્ત અને નિકાચિતને નામ, ગોત્ર અને આયુષ્ય સાથે સંબંધિત કરતાં બાર ભંગ થાય છે– (૧) જાતિનામ નિધત્ત, (૨) જાતિનામ નિધત્તાયુ, (૩) જાતિનામ નિયુક્ત, (૪) જાતિનામ નિયુક્તાય, (૫) જાતિગોત્ર નિધત્ત, (૬) જાતિગોત્ર નિધત્તાયુ, (૭) જાતિગોત્ર નિયુક્ત, (૮) જાતિગોત્ર નિયુક્તાયુ, (૯) જાતિનામ ગોત્ર નિધિત્ત, (૧૦) જાતિનામ ગોત્ર નિધિત્તાયુ, (૧૧) જાતિનામ ગોત્ર નિયુક્ત, (૧૨) જાતિ નામ ગોત્ર નિયુક્તાયુ. * તિરછાલોકમાં અઢી ઉદ્ધાર સાગરોપમ(સાગરોપમનો એક પ્રકાર) પ્રમાણ દ્વીપ સમુદ્ર છે. આ લોકમાં જે શુભ નામ, શુભ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે તે દરેક નામના દ્વીપ સમુદ્ર છે. અસંખ્યાત સમુદ્રોમાં એક લવણસમુદ્ર ઉપર ઉઠેલા અને ક્ષુબ્ધ–ઉછળતા જલવાળો છે, શેષ સમુદ્ર સમતલ અને અક્ષુબ્ધ છે.