________________
૨ss |
શ્રી ભગવતી સૂત્ર-૨
શતક-૬ : ઉદેશક-૮]
~ સંક્ષિપ્ત સાર
...
આ ઉદ્દેશકમાં નરકાદિ પૃથ્વીની નીચે તથા દેવલોકની નીચે ઘર, દુકાન, વાદળા આદિ તેમજ પાંચ સ્થાવરના જીવો છે કે નહીં, તવિષયક વર્ણન કરીને, છ પ્રકારના આયુષ્યબંધ અને અસંખ્યદ્વીપ સમુદ્રનું કથન છે.
* નરક પૃથ્વીઓની નીચે અને દેવલોકોની નીચે ઘર, દુકાન નથી પરંતુ ત્યાં દેવકૃત વાદળા, વીજળી, વરસાદ આદિ હોય છે. નાગકુમાર દેવ બીજી નરક સુધી, અસુરકુમાર ત્રીજી નરક સુધી અને વૈમાનિક દેવ સાતમી નરક સુધી જઈ શકે છે અને વરસાદ આદિ કરી શકે છે.
અસુરકુમાર દેવ પહેલા બીજા દેવલોક સુધી અને વૈમાનિક જાતિના દેવો બાર દેવલોક સુધી વાદળા, વીજળી, વરસાદ આદિ કરે છે, તેનાથી ઉપર વરસાદ આદિ થતાં નથી.
નાગકુમાર જાતિના દેવો ઊર્ધ્વલોકમાં જઈ શકતા નથી. નરકમાં અને દેવલોકમાં ચંદ્ર, સુર્ય કે તેનો પ્રકાશ નથી.
પૃથ્વીકાય:- નરક ભૂમિઓ અને દેવવિમાનો પૃથ્વીમય છે પરંતુ નરક અને દેવલોકની નીચે તથા દેવ વિમાનોની વચ્ચેના આકાશાંતરમાં પૃથ્વીકાય નથી. પાંચમા દેવલોકના પ્રસ્તટના અંતરાલમાં કૃષ્ણરાજિઓ પૃથ્વીમય છે. તેથી ત્યાં પૃથ્વીકાય છે, અન્ય સ્થાનમાં પૃથ્વીકાય નથી. અપકાય-વનસ્પતિકાય:- સાતે નરકની નીચે ઘનોદધિની અપેક્ષાએ અને પાંચ દેવલોક પર્યત નમસ્કાય આદિની અપેક્ષાએ અપકાય તથા વનસ્પતિકાય છે અને બાર દેવલોક પર્યત વાવડીઓની અપેક્ષાએ અપકાય અને વનસ્પતિકાય છે.
અગ્નિકાય :- નરક કે દેવલોકમાં બાદર અગ્નિ નથી, ત્યાં અચિત્ત ઉષ્ણ પુદ્ગલો અને દેવલોકમાં અચિત્ત પ્રકાશમાન પુદ્ગલો હોય છે. વાયકાય:- સર્વત્ર હોય છે. આ સર્વ કથન બાદર જીવોની અપેક્ષાએ છે. પાંચ સ્થાવરના સુક્ષ્મ જીવો આખા લોકમાં હોય છે તેમજ વિગ્રહગતિ સમાપન્નક જીવો પણ સર્વત્ર હોય છે.
* આયુષ્ય બંધની સાથે ગતિ, જાતિ, અવગાહના, સ્થિતિ, પ્રદેશ અને અનુભાગનો બંધ થાય છે. તેથી આયુષ્યબંધના છ પ્રકાર છે.