________________
શતક-દઃ ઉદ્દેશક-૭.
[ ૨૫૯]
ઉપરોક્ત શબ્દો માટે ભિન્નતાનું કારણ એ છે કે આ પાઠ ભેદ ટીકાકારની પૂર્વે જ રહ્યો છે. તો પણ યુવાચાર્ય મુનિશ્રી નથમલ સંપાદિત, વિશ્વભારતી લાડનું દ્વારા પ્રકાશિત સ્થાનાંગ અને ભગવતી સુત્રમાં એક વિ૬ પદને જ રાખવાનો નિર્ણય કર્યો છે, જે સમીચીન છે.
નિષ્કર્ષ :- ધાન્યના જીવોની સ્થિતિ જઘન્ય અંતઃમુહુર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ વર્ષની છે. વટાણાદિ કઠોળના જીવોની સ્થિતિ જઘન્ય અંતઃમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પાંચ વર્ષની છે. અલસી આદિ બીજોની સ્થિતિ જઘન્ય અંતઃમુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાત વર્ષની છે. ત્યાં સુધી તે સચિત્તયોનિ રૂપ હોય છે. ત્યાર પછી તે અચિત્ત યોનિભૂત કહેવાય છે અને કેટલાક કાળ પછી તે અયોનિભૂત બને છે.
ગણનાકાલ :४ एगमेगस्स णं भंते ! मुहुत्तस्स केवइया उसासद्धा वियाहिया ?
गोयमा ! असंखेज्जाणं समयाणं समुदयसमिइसमागमेणंसा एगा आवलिया त्ति पवुच्चइ, संखेज्जा आवलिया ऊसासो, संखेज्जा आवलिया णिस्सासो
हट्ठस्स अणवगल्लस्स, णिरुवकिट्ठस्स जंतुणो । एगे ऊसास णीसासे, एग पाणु त्ति वुच्चइ ॥१॥ सत्त पाणूणि से थोवे, सत्त थोवाइं से लवे ।। लवाणं सत्तहत्तरिए, एस मुहुत्ते वियाहिए ॥२॥ तिण्णि सहस्सा सत्त य सयाई, तेवत्तरिं च ऊसासा ।
एस मुहुत्तो दिट्ठो, सव्वेहिं अणतणाणीहिं ॥३॥ શબ્દાર્થ - મુહુર = મુહૂર્ત–૪૮ મિનિટનો સમય લાલ = ઉચ્છવાસનો સમય સમુદયમઃ = સમૂહોનો સમાગમ = હૃષ્ટ–પુષ્ટ ૩ણવત્સસ = વૃદ્ધાવસ્થાની શિથિલતાથી રહિત વિવિક્સ = વ્યાધિથી રહિત. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક મુહૂર્તના કેટલા ઉચ્છવાસ કહ્યા છે?
ઉત્તર- હે ગૌતમ! અસંખ્યાત સમયોના સમૂહના સંયોજનથી અર્થાત્ અસંખ્યાત સમય મળીને જેટલો કાલ થાય છે, તેને એક 'આવલિકા' કહે છે; સંખ્યાત આવલિકાનો એક ઉચ્છવાસ થાય છે અને સંખ્યાત આવલિકાનો એક નિઃશ્વાસ થાય છે.
ગાથાર્થ– હૃષ્ટપુષ્ટ, વૃદ્ધાવસ્થા અને વ્યાધિથી રહિત પ્રાણીનો એક ઉચ્છવાસ અને એક નિઃશ્વાસ બંને મળીને એક પ્રાણ થાય છે. ૧સાત પ્રાણ = એક સ્તોક, સાત સ્તોત્ર = એક લવ, ૭૭ લવ = એક