________________
[ ૨૫૦]
શ્રી ભગવતી સૂત્ર
'શતક-૬ : ઉદ્દેશક-૬ |
ભવિક(ઉત્પન્ન થનાર)
ચોવીસ દંડકોના આવાસ, વિમાન આદિની સંખ્યા :| १ कइ णं भंते ! पुढवीओ पण्णत्ताओ? गोयमा ! सत्त पुढवीओ पण्णत्ताओ, तं जहा- रयणप्पभा जावतमतमा । रयणप्पभाईण आवासा भाणियव्वा जाव अहे सत्तमाए । एवं जे जत्तिया आवासा ते भाणियव्वा जाव ---
कइ णं भंते ! अणुत्तरविमाणा पण्णत्ता? गोयमा ! पंच अणुत्तरविमाणा पण्णत्ता, तं जहा- विजए जाव सव्वट्ठसिद्धे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીઓ કેટલી કહી છે?
ઉત્તર- હે ગૌતમ! પૃથ્વીઓ સાત કહી છે. યથા–રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ.પ્રભા, તમતમ પ્રભા.
રત્નપ્રભા પૃથ્વીથી સાતમી તમસ્તમપ્રભા પૃથ્વી સુધી જે પૃથ્વીના જેટલા આવાસ છે, તેટલા કહેવા જોઈએ. તે જ રીતે ભવનપતિ, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વ્યંતર, જ્યોતિષી, ૧૨ દેવલોક, નવ રૈવેયક પર્યંતના જેટલા આવાસ છે તેનું કથન કરવું. યાવત
પ્રશ્ન- હે ભગવન્! અનુત્તર વિમાન કેટલા છે?
ઉત્તર- હે ગૌતમ ! અનુત્તર વિમાન પાંચ છે, તે આ પ્રમાણે છે– વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ વિમાન.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નરક પૃથ્વીઓની સંખ્યા તથા તે તે પૃથ્વીના આવાસોની સંખ્યાનું અતિદેશ પૂર્વક નિરૂપણ છે. પ્રકટરૂપે માત્ર અનુત્તર વિમાનોની સંખ્યાનું નિરૂપણ છે. ભવનવાસીથી નવ રૈવેયક સુધીના આવાસો અને વિમાનોની સંખ્યાનું સંક્ષિપ્ત કથન છે. તે વર્ણન પ્રજ્ઞાપના સૂત્રથી જાણવું જોઈએ.