________________
શતક–૬ : ઉદ્દેશક-5
શતક-૬ : ઉદ્દેશક-૬ સંક્ષિપ્ત સાર
૨૪૯
આ ઉદ્દેશકમાં મુખ્યતાએ જીવના પ્રથમ આહારનું વર્ણન છે.
મારણાંતિક સમુદ્દાત :– મૃત્યુ પૂર્વેના અંતર્મુહૂર્તમાં મારણાંતિક સમુદ્દાત થાય છે. આ સમુદ્દાતમાં મૂળ શરીરને છોડ્યા વિના આત્મપ્રદેશો ઉત્પત્તિ સ્થાન સુધી વિસ્તૃત થાય છે.
કેટલાક જીવ મારણાંતિક સમુદ્દાત કરીને મૃત્યુ પામે છે, કેટલાક સમુદ્દાત કર્યા વિના જ મૃત્યુ પામે છે. જીવ ગમે તે રીતે જન્મ ધારણ કરે પરંતુ પ્રત્યેક જીવ મૃત્યુ પામી, ઉત્પત્તિ સ્થાને પહોંચી, પ્રથમ સમયે જ આહાર ગ્રહણ કરે છે, ત્યાર પછી તેને શરીરાદિ રૂપે પરિણમાવે છે. તાત્પર્ય એ છે કે પ્રાણી પોતાના મૃત્યુ પહેલાં સમુદ્દાત દ્વારા જન્મ સ્થાન સુધી જઈ શકે પરંતુ ત્યાં આહાર ગ્રહણ કરતા નથી.
પાંચ સ્થાવર જીવોના ઉત્પત્તિ સ્થાન લોકાંત પર્યંત છે, તેથી તે જીવો મારણાંતિક સમુદ્દાત કરી જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ લોકાંત પર્યંત છએ દિશાઓમાં ઉત્પન્ન થાય છે.
܀܀܀܀܀