________________
૨૩s ]
શ્રી ભગવતી સત્ર-૨
સમભિત્તિ– એક સમાન વિસ્તારવાળી શ્રેણી, કરવો જોઈએ પરંતુ એકપ્રદેશી શ્રેણી અર્થ ન કરવો જોઈએ. તમુવા શિપિ - મસ્તીમૂન જુડનરના પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે તમસ્કાયના આકારને સમજાવવા માટે બે પદાર્થના આકાર સાથે સરખામણી કરી છે. પાણીની સપાટીથી પ્રારંભ થતી તમસ્કાય અર્થાત્ સંપૂર્ણ સમસ્કાયનો નીચેનો ભાગ મલ્લકમૂલ એટલે સુરાઈના મુખ સમાન લંબગોળ સાંકડો હોય છે અને ૧૭૨૧ યોજન ઉપર ગયા પછી પાંચમા દેવલોક સુધીનો આકાર કૂકડાના પિંજરા સમાન વિસ્તૃત ગોળ હોય છે. તાત્પર્ય એ છે કે ૧૭૨૧ યોજન સુધી લંબાઈ, પહોળાઈ, ગોળાઈ એક સમાન છે. ત્યાર પછી પ્રથમ દેવલોક સુધી ઘડાની જેમ વિસ્તાર પામેલી છે ત્યાર પછી પ્રથમ દેવલોકથી પાંચમા દેવલોક સુધી પુનઃ એક સમાન વિસ્તારવાળી છે. તમુUિ વવયં વિશ્વમાં પ્રસ્તુત સૂત્રમાં દેવોની ગમન શક્તિના માધ્યમે તમસ્કાયનું માપ સમજાવ્યું છે. તમસ્કાય જ્યાંથી પ્રારંભ થઈ છે ત્યાં સંખ્યાત યોજનાના વિસ્તારવાળી છે. ૧૭ર૧ યોજન ઉપર ગયા પછી તેના ઘેરાવા અને પહોળાઈ બંનેમાં વૃદ્ધિ થાય છે તે ક્રમશઃ વૃદ્ધિ પામતાં અને આગળ જતાં અસંખ્યાત યોજન પ્રમાણ પહોળાઈવાળી થઈ જાય છે.
- અસતુ કલ્પનાથી કોઈ દેવ એક સેંકડમાં લાખો યોજનની તીવ્ર ગતિથી છ મહીના સુધી ચાલે તો પણ તે દેવ કોઈ સ્થળે તમસ્કાયને પાર કરી શકે અને કોઈ સ્થળે પાર ન કરી શકે. જ્યાં અસંખ્યાત યોજના પહોળાઈ છે ત્યાં પાર કરી શકતા નથી અને જ્યાં સંખ્યાત યોજન છે ત્યાં કોઈ સ્થળે પાર કરે અને કોઈ સ્થળે ન પણ કરે.
દેવોની ગતિ સંબંધી સ્પષ્ટીકરણમાં કહ્યું છે કે દેવો ત્રણ ચપટી વગાડે તેટલા સમયમાં ર૧ વાર જંબૂદ્વીપની પરિક્રમા કરે. જંબૂદ્વીપનો પરિક્ષેપ–ઘેરાવો લગભગ ૩.૧૬ લાખ યોજન છે. તેથી ૨૧ ૪ ૩.૧૬ = આશરે ૫ લાખ યોજન. તેટલા ક્ષેત્રને ત્રણ ચપટી વગાડે તેટલા સમયમાં પાર કરે. વાસ્તવમાં દેવા માટે કલ્પિત આ ગતિ અત્યંત સામાન્ય છે. દેવો તો અસંખ્ય યોજનની તીવ્ર ગતિથી પણ ગમન કરી શકે છે. અહીં તમસ્કાયની વિશાળ તા દર્શાવવા માટે લાખો યોજન પ્રમાણ ગતિની અસત્ કલ્પનાથી સમજાવ્યું છે.
તમુaણ હા દાવા - પ્રસ્તુત સૂત્રમાં તમસ્કાયની અંતર્ગત ઘર, દુકાન આદિ અનેક દ્રવ્ય છે કે નહિ તે સમજાવ્યું છે. તમસ્કાય તિરછા લોકથી પ્રારંભ થઈ ઊર્ધ્વલોક પર્યત ફેલાયેલી છે. તે સઘન પાણીમય હોવાથી ત્યાં ઘર, દુકાન, પ્રામાદિ નથી. તમસ્કાયના ક્ષેત્રમાં અસુરકુમાર, નાગકુમાર અને વૈમાનિક દેવોનું આવાગમન થતું હોવાથી ત્રણે ય પ્રકારના દેવો તે ક્ષેત્રમાં વાદળા, વર્ષા, ગાજવીજ આદિ કરી શકે છે. ચંદ્રાદિ જ્યોતિષી દેવોના વિમાનો તેના તિરછા લોકના વિસ્તારની આસપાસ હોય છે અને તે વિમાનોની પ્રભા નમસ્કાયમાં પ્રવેશ પામે છે પરંતુ સઘન અંધકારમાં તે પ્રભા નિપ્રભ થઈ જાય છે.
ત્યાં બાદર પૃથ્વી કે અગ્નિના જીવો નથી કારણ કે ત્યાં તે જીવોનું સ્વસ્થાન નથી. દેવકૃત વિધુતવીજળી છે, તે અચિત્ત પુદગલ રૂપ છે. તે તમસ્કાય જલરૂપ હોવાથી વનસ્પતિકાય અને ત્રસકાયિક જીવ ત્યાં હોઈ શકે છે. ત્યાં બાદર વાયુકાયના જીવ પણ સંભવે છે. વિગ્રહગતિ સમાપન્નક કોઈ પણ જીવ ત્યાં