________________
૨૩૪
શ્રી ભગવતી સૂત્ર–૨
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તમસ્કાયના કેટલા નામ છે ?
ઉત્તર– હે ગૌતમ ! તમસ્કાયના તેર નામ છે, તે આ પ્રમાણે છે– (૧) તમ (૨) તમસ્કાય (૩) અંધકાર (૪) મહાન્ધકાર (૫) લોકાન્ધકાર (૬) લોક તમિસ (૭) દેવાંધકાર (૮) દેવ તમિસ (૯) દેવારણ્ય (૧૦) દેવવ્યૂહ (૧૧) દેવપરિઘ (૧૨) દેવ પ્રતિક્ષોભ (૧૩) અરુણોદક સમુદ્ર.
१३ मुक्काए णं भंते! किं पुढविपरिणामे, आउपरिणामे, जीवपरिणामे, पोग्गलपरिणामे ?
ગોયમા ! ખો પુદ્ધવિપરિણામે, આરિણામે વિ, નીવરિણામે વિ, પોમલपरिणामे वि ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તમસ્કાય શું પૃથ્વીના પરિણામરૂપ છે, જલના પરિણામરૂપ છે, જીવના પરિણામરૂપ છે અથવા પુદ્ગલના પરિણામરૂપ છે ?
ઉત્તર– હે ગૌતમ ! તમસ્કાય પૃથ્વીના પરિણામરૂપ નથી, જલના પરિણામરૂપ છે, જીવના પરિણામ રૂપ પણ છે અને પુદ્ગલના પણ પરિણામરૂપ છે.
१४ मुक्काए णं भंते ! सव्वे पाणा, भूया, जीवा, सत्ता पुढवीकाइयत्ताए जाव तसकाइयत्ताए उववण्णपुव्वा ?
हंता गोयमा ! असई अदुवा अणंतक्खुत्तो; णो चेव णं बायरपुढ विकाइय- त्ताए, बायरअगणिकाइयत्ताए वा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું તમસ્કાયમાં સર્વ, પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ પૃથ્વીકાયિક રૂપે યાવત્ ત્રસકાયિક રૂપે પૂર્વે ઉત્પન્ન થઈ ગયા છે ?
ઉત્તર– હા, ગૌતમ ! સર્વ, પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ તમસ્કાયમાં પૃથ્વીરૂપે યાવત્ વનસ્પતિ રૂપે અનેક વાર અથવા અનંતવાર પૂર્વે ઉત્પન્ન થઈ ગયા છે પરંતુ બાદર પૃથ્વીકાયિક રૂપે અથવા બાદર અગ્નિકાયિક રૂપે ઉત્પન્ન થયા નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં તમસ્કાય વિષે વિવિધ દૃષ્ટિકોણથી સ્પષ્ટ પરિચય કરાવ્યો છે.
જિમિયતમુદ્દા :- તમસ્કાય શું છે આ પ્રશ્નના ઉત્તરમાં સમજાવ્યું છે કે— તે ઘોર અંધકારમય અને જળરૂપ છે. તે પૃથ્વીરૂપ નથી. કેટલીક પૃથ્વીમાં ઉદ્યોત નામ કર્મના ઉદયવાળા જીવો હોવાથી તે