________________
૨૨૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
* આઠે કૃષ્ણરાજિની વચ્ચેનું ક્ષેત્ર પણ કૃષ્ણરાજિનું જ ગણાય છે. તેમાં દેવકૃત વીજળી, વરસાદ આદિ થાય છે. આ લોકના સર્વ જીવો ભૂતકાળમાં ત્યાં સૂક્ષ્મ પાંચ સ્થાવર પણે, બાદર પૃથ્વીપણે વચ્ચેના ક્ષેત્રમાં વાયુપણે ઉત્પન્ન થઈ ગયા છે.
* લોકાત્તિક દેવ - આઠ કૃષ્ણરાજિની વચ્ચે આઠ અને વચ્ચેના ક્ષેત્રમાં એક, તે રીતે નવ લોકાન્તિક દેવોના નવ વિમાન છે, તે વિમાન વાયુપ્રતિષ્ઠિત છે, તે દેવો તીર્થકરોને તીર્થ પ્રવર્તાવવાના સમયે સુચન કરે તેઓનો તથાપ્રકારની જીત વ્યવહાર છે. તે દેવો પોતાના પરિવાર સહિત ત્યાં દિવ્યઋદ્ધિનો અનુભવ કરે છે.