________________
શતક-૬ઃ ઉદ્દેશક-૩
[ ૧૭૭]
શતક-૬ : ઉદ્દેશક-૩
- સંક્ષિપ્ત સાર
-
આ ઉદ્દેશકનો પ્રરૂપિત વિષય તેની પ્રારંભિક બે ગાથામાં સંગ્રહિત છે અને ૧૫ દ્વારના માધ્યમથી કર્મબંધ સંબંધી વિવિધ રીતે નિરૂપણ છે. * જીવ અને કર્મનો સંબંધ સ્વાભાવિક રૂપે થાય છે કે પ્રયત્નથી? તે મહત્વના વિષયને સૂત્રકારે વસ્ત્રના દાંતથી સ્પષ્ટ કર્યો છે.
* જેમ સ્વચ્છ વસ્ત્ર ઉપયોગમાં લેતા મલિન બની જાય છે, તેમ મહાક્રિયા, મહાશ્રવ આદિના સેવનથી જીવ પણ મહાકર્મી બની જાય છે.
* જેમ મલિન વસ્ત્ર પ્રયત્નપૂર્વક સ્વચ્છ કરી શકાય છે, તેમક્રિયા, આશ્રવ આદિ કર્મબંધનના કારણોના ત્યાગથી જીવ પણ અલ્પકર્મી અને ક્રમશઃ અકર્મા બની જાય છે. * જેમ વસ્ત્રની મલિનતા અને સ્વચ્છતા પ્રયત્નજન્ય છે તેમ જીવની મલિનતા અને નિર્મળતા પણ પ્રયત્નજન્ય છે. નવું વસ્ત્ર પહેલાં સ્વચ્છ હોય છે અને પછી તે મલિન થાય છે, જ્યારે આત્મા અનાદિ કાલથી મલિન છે, પ્રયત્નથી નિર્મળ બને છે. એક વાર સર્વથા શુદ્ધ થયા પછી ફરી તે ક્યારે ય મલિન થતો નથી.
* વસ્ત્રની મલિનતા ક્યારેક સ્વાભાવિક(પ્રયત્ન વિના) પણ હોય છે. જ્યારે આત્માની મલિનતા સ્વાભાવિક હોતી જ નથી. જીવને પ્રાપ્ત થયેલા મન, વચન, કાયાના કરણથી તે કર્મનો સંચય કરે છે અને મલિન બને છે.
* વસ્ત્રમાં થયેલો પુદ્ગલ સંચય-મલિનતા સાદિ સાત્ત હોય છે, જ્યારે જીવની મલિનતા-કર્મબંધ ત્રણ પ્રકારે હોય છે– (૧) અનાદિ અનંત-અભવ્યની અપેક્ષાએ (૨) અનાદિ સાંત-ભવ્ય જીવોની અપેક્ષાએ (૩) સાદિ સાંત- ઐર્યાપથિક કર્મબંધની અપેક્ષાએ. પ્રત્યેક કર્મની સ્થિતિ સાદિ સાંત છે પરંતુ પ્રવાહની અપેક્ષાએ ઉપરોક્ત બે ભંગ ઘટી શકે છે.
કે વસ્ત્ર સ્વયં સાદિ સાત્ત છે; જ્યારે જીવ ગતિ, જાતિ, દંડક આદિની અપેક્ષાએ સાદિ સાત્ત છે, સિદ્ધ જીવ સાદિ અનંત; ભવ્ય જીવ લબ્ધિની અપેક્ષાએ અનાદિ સાંત અને અભવ્ય જીવ અનાદિ અનંત છે. * આઠ કર્મોની સ્થિતિ, તેનો અબાધાકાલ અને તેમાં કર્મપ્રદેશોની ગોઠવણીનું વર્ણન પ્રજ્ઞાપના સુત્રમાં