________________
૧૬૦ ]
શ્રી ભગવતી સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દેવગણના મુખ્ય ચાર પ્રકાર અને પુનઃ તેના ૨૫ પ્રકાર દર્શાવ્યા છે. રેવનો:- પ્રસ્તુત પ્રસંગમાં દેવલોકનો અર્થ–દેવોના નિવાસ સ્થાન અથવા દેવક્ષેત્ર નથી, પરંતુ દેવસમૂહ અથવા દેવનિકાય જ છે. કારણ કે આ પ્રશ્નના ઉત્તરમાં દેવલોકના ભેદનું કથન કર્યું નથી પરંતુ દેવોના ભેદ-પ્રભેદ કહ્યા છે. ભવનવાસી દેવોના દસ ભેદઃ- (૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણકુમાર (૪) વિધુતકુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉદધિકુમાર (૮) દિશાકુમાર (૯) પવનકુમાર (૧૦) સ્વનિતકુમાર. વાણવ્યંતર દેવોના આઠ ભેદઃ- (૧) યક્ષ (૨) રાક્ષસ (૩) ભૂત (૪) પિશાચ (૫) કિન્નર (૬) ડિંપુરુષ (૭) મહોરગ (૮) ગંધર્વ.
જ્યોતિષી દેવોના પાંચ ભેદ – (૧) સૂર્ય (૨) ચંદ્ર (3) ગ્રહ (૪) નક્ષત્ર (૫) તારા. વૈમાનિક દેવોના બે ભેદ – કલ્પપપન્ન અને કલ્પાતીત. ૧ થી ૧૨ દેવલોક સુધીના દેવ કલ્પપપન્ન છે. ત્યાંના દેવોમાં સ્વામી-સેવકનો ભેદ હોય છે. સેવક દેવને સ્વામીની કલ્પ મર્યાદામાં રહેવાનું હોય છે અને તેની ઉપરના નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનવાસી દેવ કલ્પાતીત કહેવાય છે. ત્યાં સ્વામી સેવકના ભેદ કે પરસ્પરની મર્યાદા જેવું કંઈ હોતું નથી. ત્યાં પ્રત્યેક દેવ અહમિન્દ્ર કહેવાય છે. ઉદ્દેશકના વિષયો :१३ किमियं रायगिहं ति य, उज्जोए अंधयार समए य ।
पासंतेवासी पुच्छा, राइदिय देवलोगा य ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - રાજગૃહ નગર શું છે? દિવસે ઉદ્યોત અને રાત્રે અંધકાર શા માટે હોય છે? સમયાદિ કાલનું જ્ઞાન કયા કયા જીવોને થાય છે? કોને થતું નથી ? રાત્રિ-દિવસના વિષયમાં પાર્થાપત્ય શિષ્યોના પ્રશ્ન અને દેવલોકના ભેદ પ્રભેદ વગેરે વિષયો; આ નવમા ઉદ્દેશકમાં કહ્યા છે. || હે ભગવન! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
શતક પ/
સંપૂર્ણ છે