________________
શ્રી ભગવતી સૂત્ર–૨
Ëફ વેયક્ ચત્તરૂં વક્ :– એજન, વેજન, ચલણ, સ્પંદન આ ચારે ય પ્રક્રિયામાં ચલિત થવારૂપ ક્રિયા સામાન્ય છે છતાં તેમાં કંઈક વિશેષતા છે. એજનમાં પરમાણુ આદિ એક વાર સ્થાન છોડી પુનઃ સ્વસ્થાનમાં સ્થિત થઈ જાય છે વેજનમાં અનેકવાર સ્થાન છોડી પુનઃ સ્વસ્થાનમાં સ્થિત થઈ જાય છે. ચલનમાં સ્વસ્થાન છોડી, બીજા સ્થાનમાં સ્થિત થઈ જાય છે. સ્પંદનમાં એક સ્થાન છોડીને બીજા સ્થાનમાં, બીજું સ્થાન છોડી ત્રીજા સ્થાનમાં એમ અનેક સ્થાન જાય છે.
૧૦૪
હુન્નર, વીરર્ :– ક્ષુભિત અને ઉદીરિત આ બંને ક્રિયામાંથી ક્ષુભિતમાં પોતાના સ્વરૂપથી અંશતઃ ક્ષુભિત થાય છે અને ઉદીરિતમાં પોતાના સ્વરૂપથી સર્વતઃ(સંપૂર્ણપણે) ક્ષુભિત થાય છે.
પુદ્ગલોનું અવગાહન અને છેદન-ભેદન :
५ परमाणुपोग्गले णं भंते ! असिधारं वा खुरधारं वा ओगाहेज्जा ? હતા, ઓમાહેન્ના |
से णं भंते ! तत्थ छिज्जेज्ज वा भिज्जेज्ज वा ? गोयमा ! णो इणट्ठे समट्ठे, णो खलु तत्थ सत्थं कमइ । एवं जाव असंखेज्जपएसिओ ।
શબ્દાર્થ:- વુધાર = અસ્ત્રાની ધાર, સજવાની ધાર.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું પરમાણુ પુદ્ગલ તલવારની ધાર અથવા અસ્ત્રાની ધાર પર રહી શકે છે?
ઉત્તર– હા, ગૌતમ ! તે રહી શકે છે.
પ્રશ્ન− હે ભગવન્ ! તે ધાર પર રહેલા પરમાણુ પુદ્ગલ તે ધારથી છિન્ન-ભિન્ન થાય છે ?
ઉત્તર– ગૌતમ ! તેમ શક્ય નથી. પરમાણુ પુદ્ગલમાં શસ્ત્ર પ્રવેશ કરી શકતું નથી, તેના પર શસ્ત્રની અસર થતી નથી.
તે જ રીતે દ્વિપ્રદેશી કંધથી અસંખ્યપ્રદેશી સ્કંધ સુધી સમજી લેવું જોઈએ. આ સર્વમાં શસ્ત્રની અસર થતી નથી.
६ अणतपएसिए णं भंते ! खंधे असिधारं वा खुरधारं वा ओगाहेज्जा । હતા, ઓશાહેન્દ્રા |
से णं तत्थ छिज्जेज्ज वा भिज्जेज्ज वा ? गोयमा ! अत्थेगइए छिज्जेज्ज वा भिज्जेज्ज वा; अत्थेगइए णो छिज्जेज्ज वा णो भिज्जेज्ज वा ।