________________
[ ૧૦૨ |
શ્રી ભગવતી સૂત્ર-૨
| ३ तिप्पएसिए णं भंते ! खंधे एयइ जाव तं तं भावं परिणमइ ?
गोयमा ! सिय एयइ सिय णो एयइ, सिय देसे एयइ देसे णो एयइ, सिय देसे एयइ देसा णो एयंति, सिय देसा एयंति देसे णो एयइ । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન!ત્રિપ્રદેશિક અંધ કપિત થાય છે યાવત વિભિન્ન પરિણામોમાં પરિણત થાય છે?
ઉત્તરહે ગૌતમ! (૧) કદાચિત્ કપિત થાય છે (૨) કદાચિત્ કંપિત થતો નથી (૩) કદાચિત્ એક દેશમાં કંપિત થાય, એક દેશમાં કંપિત થતો નથી (૪) કદાચિતુ એક દેશમાં કંપિત થાય, અનેક દેશમાં કંપિત થતો નથી (૫) કદાચિત્ અનેક દેશમાં કંપિત થાય, એક દેશમાં કંપિત થતો નથી. ४ चउप्पएसिए णं भंते ! खंधे एयइ जाव तं तं भावं परिणमइ ?
गोयमा ! सिय एयइ सिय णो एयइ, सिय देसे एयइ देसे णो एयइ, सिय देसे एयइ देसा णो एयंति, सिय देसा एयंति देसे णो एयइ; सिय देसा एयंति देसा णो एयति । एवं जहा चउप्पएसिओ तहा पंचपएसिओ वि जाव अणंतपए सिओ वि भाणियव्यो । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું ચતુષ્પદેશી સ્કંધ કંપિત થાય છે યાવત્ વિભિન્ન પરિણામોમાં પરિણત થાય છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) કદાચિત્ કંપિત થાય છે (૨) કદાચિત્ કંપિત થતો નથી (૩) કદાચિત્ એક દેશમાં કંપિત થાય છે, એક દેશમાં કંપિત થતો નથી (૪) કદાચિત્ એક દેશમાં કંપિત થાય, અનેક દેશમાં કંપિત થતો નથી (૫) કદાચિત્ અનેક દેશમાં કંપિત થાય, એક દેશમાં કંપિત થતો નથી (૬) કદાચિત્ અનેક દેશમાં કંપિત થાય છે અનેક દેશમાં કંપિત થતો નથી.
જેમ ચતુષ્પદેશી સ્કંધના વિષયમાં કહ્યું છે, તેમ પંચપ્રદેશી અંધથી અનંતપ્રદેશી ઢંધ સુધી અર્થાત્ પ્રત્યેક સ્કંધના વિષયમાં જાણવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પરમાણુ પુદ્ગલ તથા દ્ધિપ્રદેશિક સ્કંધથી લઈને અનંતપ્રદેશ સ્કંધ સુધીના સ્કંધોના કંપન વગેરે સંબંધમાં પ્રશ્ન પૂછી, તેનું સૈદ્ધાંતિક અનેકાંત શેલીથી સમાધાન કર્યું છે. કંપન – પુદ્ગલ દ્રવ્ય જે આકાશપ્રદેશ પર અવગાહિત છે તેમાં જે પરિવર્તન થાય તેને કંપન કહે છે.
પુદ્ગલોમાં કંપનાદિ સૂત્રોક્ત ક્રિયાઓ ક્યારેક હોય, ક્યારેક હોતી નથી. તેથી પરમાણુ આદિમાં અનેક વિકલ્પ–ભંગ થાય છે, યથા– પરમાણુ પુલમાં બે ભંગ થાય છે. ક્રિપ્રદેશ સ્કંધમાં ત્રણ ભંગ