________________
શતક-૫ઃ ઉદ્દેશક
૯૫ ]
કરીને કાલધર્મ પામે, તો તેને આરાધના થાય છે.
તે જ રીતે ખરીદેલો, સ્થાપિત કરેલો અને સંસ્કારિત આદિ કરેલો આહાર તથા કાંતાર ભક્ત, દુર્મિક્ષ ભક્ત, અતિવૃષ્ટિ ભક્ત, ગ્લાન ભક્ત, શય્યાતરપિંડ અને રાજપિંડ વગેરે દોષોના સંબંધમાં પણ નિર્દોષ હોવાની ધારણા મનમાં રાખનાર માટે વિરાધના અને આરાધનાના બન્ને વિકલ્પ સમજવા. १६ आहाकम्मं अणवज्जे ति सयमेव परि जित्ता भवइ । से णं तस्स ठाणस्स अणालोइय अपडिक्कते कालं करेइ, णत्थि तस्स आराहणा; से णं तस्स ठाणस्स आलोइय पडिक्कंते कालं करेइ, अत्थि तस्स आराहणा । ए एणं गमेणं णेयव्वं- कीयगड जाव रायपिंड । ભાવાર્થ – આધાકર્મ દોષયુક્ત પદાર્થ ગ્રહણ કરવામાં કોઈ દોષ નથી આ પ્રમાણે સમજીને જે સાધુ સ્વયં તે આધાકર્મી આહારાદિનું સેવન કરે અને તેની આલોચના, પ્રતિક્રમણ–પ્રાયશ્ચિત્ત કર્યા વિના જ કાલધર્મ પામે તો તેને આરાધના થતી નથી પરંતુ આલોચના પ્રતિક્રમણ કરીને કાલધર્મ પામે તો તેને આરાધના થાય છે. આ જ રીતે ક્રીદોષથી રાજપિંડ સુધી સવે દોષો માટે જાણવું |१७ आहाकम्मं अणवज्जे त्ति अण्णमण्णस्स अणुप्पदावइत्ता भवइ । से णं तस्स ठाणस्स अणालोइय अपडिक्कते कालं करेइ, णत्थि तस्स आराहणा; से णं तस्स ठाणस्स आलोइय पडिक्कते कालं करेइ, अत्थि तस्स आराहणा । एवं एएणं गमेणं णेयव्वं- कीयगडं जाव रायपिंडं । ભાવાર્થ:- આધાકર્મ દોષયુક્ત પદાર્થ ગ્રહણ કરવામાં કોઈ દોષ નથી આ પ્રમાણે સમજીને જે સાધુ પરસ્પર એક બીજા સાધુઓને તે આહાર આપે અને તે પ્રવૃત્તિની આલોચના, પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્ત કર્યા વિના જ કાલધર્મ પામે તો તેને આરાધના થતી નથી પરંતુ આલોચના પ્રતિક્રમણ કરીને કાલધર્મ પામે તો તેને આરાધના થાય છે. તેમજ ક્રીતદોષથી રાજપિંડ દોષ સુધી સર્વ દોષો માટે જાણવું. १८ आहाकम्मं णं अणवज्जे त्ति बहुजणमज्झे पण्णवइत्ता भवइ, से णं तस्स ठाणस्स अणालोइय अपडिक्कंते कालं करेइ, णत्थि तस्स आराहणा; से णं तस्स ठाणस्स आलोइय पडिक्कते कालं करेइ, अत्थि तस्स आराहणा। एवं एएणं गमेणं णेयव्वं- कीयगडं जाव रायपिंडं । ભાવાર્થ- જે સાધુ આધાકર્મ દોષયુક્ત પદાર્થ ગ્રહણ કરવામાં કોઈ દોષ નથી તેવી પ્રરૂપણા અનેક લોકોની વચ્ચે કરે અને તે પ્રરૂપણાની આલોચના, પ્રતિક્રમણ–પ્રાયશ્ચિત્ત કર્યા વિના જ કાલધર્મને પામે તો તેને આરાધના થતી નથી પરંતુ આલોચના પ્રતિક્રમણ કરીને કાલધર્મ પામે તો તેને આરાધના