________________
શતક–૫: ઉદ્દેશક
| ३ कहण्णं भंते ! जीवा असुभदीहाउयत्ताए कम्मं पकरेंति ?
गोयमा ! तिहिं ठाणेहिं जीवा असुभदीहाउयत्ताए कम्मं पकरेंति । तं जहापाणे अइवाएत्ता, मुसं वइत्ता, तहारूवं समणं वा माहणं वा हीलित्ता, णिदित्ता, खिसित्ता, गरहित्ता, अवमण्णित्ता अण्णयरेणं अमणुण्णेणं अपीइकारएणं असणपाणखाइमसाइमेणं पडिलाभेत्ता; एवं खलु जीवा असुभदीहाउयत्ताए कम्मं पकरेति। શબ્દાર્થ - જિત્તા = જાતિ, કર્મ, મર્મ આદિને પ્રગટ કરવા રૂપ હીલના વિસા = અવગુણને પ્રગટ કરવારૂપ નિંદા fહસિત્તા = ખીજવવું, આક્રોશયુક્ત નિંદા કરવી તે માહિત્તા = ગોં–લોકોની સમક્ષ કે વ્યક્તિની સામે જ તેની નિંદા કરવી તે અવમfouત્તા = વ્યક્તિની નિંદા સાથે અપમાન કરવું. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવ અશુભ દીર્ધાયુના કારણભૂત કર્મ કેવી રીતે બાંધે છે?
ઉત્તર- હે ગૌતમ ! ત્રણ કારણથી જીવ અશુભ દીર્ધાયુના કારણભૂત કર્મ બાંધે છે. યથા– (૧) પ્રાણાતિપાત કરવાથી (૨) અસત્ય બોલવાથી (૩) તથારૂપના શ્રમણ માહણની હીલના, નિંદા, ખ્રિસના, ગહ અને અપમાન કરી અમનોજ્ઞ અને અપ્રીતિકર અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ દ્વારા પ્રતિલાભિત કરવાથી, આ ત્રણ કારણોથી જીવ અશુભ દીર્ધાયુષ્યના કારણભૂત કર્મ બાંધે છે. | ४ कहण्णं भंते ! जीवा सुभदीहाउयत्ताए कम्मं पकरेंति ?
- गोयमा ! तिहिं ठाणेहिं जीवा सुभदीहाउयत्ताए कम्म पकरेंति । तं जहाणो पाणे अइवाइत्ता, णो मुसं वइत्ता, तहारूवं समणं वा माहणं वा वंदित्ता णमंसित्ता जाव पज्जुवासित्ता; अण्णयरेणं मणुण्णेणं, पीइकारएणं असण पाण खाइम साइमेणं पडिलाभेत्ता; एवं खलु जीवा सुभदीहाउयत्ताए कम्म पकरेति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવ શુભ દીર્ધાયુના કારણભૂત કર્મ કેવી રીતે બાંધે છે?
ઉત્તર- હે ગૌતમ ! ત્રણ કારણથી જીવ શુભ દીર્ધાયુના કારણભૂત કર્મ બાંધે છે, યથા– (૧) પ્રાણાતિપાત ન કરવાથી (૨) અસત્ય ન બોલવાથી (૩) તથારૂપના શ્રમણ માહણને વંદના નમસ્કાર કરીને પર્યાપાસનાપૂર્વક મનોજ્ઞ અને પ્રતિકારક અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ દ્વારા પ્રતિલાભિત કરવાથી; આ ત્રણ કારણોથી જીવ શુભ દીર્ધાયુષ્યના કારણભૂત કર્મ બાંધે છે.
વિવેચન :
પ્રસ્તુત ચાર સૂત્રોમાં અલ્પાયુષ્ય, દીર્ધાયુષ્ય અને શુભ દીર્ધાયુષ્ય અને અશુભ દીર્ધાયુષ્ય બંધના મુખ્ય કારણોનું નિરૂપણ કર્યું છે. અન્ય અનેક કારણોનો સમાવેશ પણ તેમાં થઈ જાય છે.