________________
[ ૮૨]
શ્રી ભગવતી સૂત્ર
' શતક-પ : ઉદ્દેશક-૬,
આયુષ્ય
અલ્યા, અને દીર્ધાયુબંધના કારણ :|१ कहण्णं भंते ! जीवा अप्पाउयत्ताए कम्मं पकरेंति ?
गोयमा ! तिहिं ठाणेहिं जीवा अप्पाउयत्ताए कम्मं पकरेंति, तं जहा- पाणे अइवाएत्ता, मुसंवइत्ता,तहारूवंसमणं वा माहणं वा अफासुएणं, अणेसणिज्जेणं असणपाण-खाइम-साइमेणं पडिलाभेत्ता; एवं खलु जीवा अप्पाउयत्ताए कम्मं पकरैति । શબ્દાર્થ – અM૩થU = અલ્પાયુષ્ય રૂપ આપણુt = અપ્રાસક, જે જીવ રહિત નથી તે, સચિત્ત સોલાણને = અષણીય, અકલ્પનીય, દોષયુક્ત પડિતાએ= પ્રતિલાભિત કરવાથી, વહોરાવવાથી. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવ અલ્પાયુના કારણભૂત કર્મ કેવી રીતે બાંધે છે?
ઉત્તર- હે ગૌતમ ! ત્રણ કારણોથી જીવ અલ્પાયુના કારણભૂત કર્મ બાંધે છે, યથા- (૧) પ્રાણીઓની હિંસા કરવાથી (૨) અસત્ય બોલવાથી (૩) તથારૂપના શ્રમણ અથવા માહણને અપ્રાસુક, અનેષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચતુર્વિધ આહાર દ્વારા પ્રતિલાભિત કરવાથી; આ ત્રણ કારણથી જીવ અલ્પાયુષ્યના કારણભૂત કર્મ બાંધે છે. |२ कहण्णं भंते ! जीवा दीहाउयत्ताए कम्मं पकरेंति ?
गोयमा ! तिहिं ठाणेहिं जीवा दीहाउयत्ताए कम्मं पकरेंति । तं जहा- णो पाणे अइवाइत्ता, णो मुसं वइत्ता, तहारूवं समणं वा माहणं वा फासु-एसणिज्जेणं असणपाणखाइमसाइमेणं पडिलाभेत्ता; एवं खलु जीवा दीहाउयत्ताए कम्मं पकरैति। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! જીવ દીર્ધાયુના કારણભૂત કર્મ કેવી રીતે બાંધે છે?
ઉત્તર-હે ગૌતમ!ત્રણ કારણથી જીવદીર્ધાયુના કારણભૂત કર્મબાંધે છે, યથા– (૧) પ્રાણાતિપાત ન કરવાથી (૨) અસત્ય ન બોલવાથી (૩) તથારૂપના શ્રમણ અને માહણને પ્રાસુક તથા એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ દ્વારા પ્રતિલાભિત કરવાથી; આ ત્રણ કારણોથી જીવ દીર્ધાયુષ્યના કારણભૂત કર્મ બાંધે છે.