________________
૭૦ |
શ્રી ભગવતી સૂત્ર-૨
શબ્દાર્થ - રેયાનંતિ = ભવિષ્યકાળમાં, ફરી પાછા, બીજીવાર અવગાહના કરીને રાખવામાં રજૂ = સમર્થ છે.
હિરા ઉત્તિર =
ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! કેવળી ભગવાન વર્તમાન સમયે જે આકાશ પ્રદેશ પર હાથ, પગ, બાહુ કે જાંઘને અવગાહીને રહે છે; ત્યાંથી ઉપાડીને ફરી પાછા તે જ આકાશ પ્રદેશ ઉપર હાથ આદિને અવગાહન કરીને રાખવામાં સમર્થ છે?
ઉત્તર– હે ગૌતમ! તેમ શક્ય નથી.
|३८ से केणटेणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! केवलिस्स णं वीरिय-सजोग-सहव्वयाए चलाई उवकरणाई भवंति, चलोवकरणट्ठयाए य णं केवली अस्सि समयंसि जेसु आगासपएसेसु हत्थं वा, जाव चिट्ठइ; णो णं पभू केवली सेयकालंसि वि तेसु चेव आगासपए सेसु जाव चिट्ठित्तए । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- केवली णं अस्सि समयंसि जेसु आगासपएसेसु हत्थं वा जाव चिट्ठइ, णो णं पभू केवली सेयकालंसि वि तेसु चेव आगसपएसेसु हत्थं वा जाव चिट्ठित्तए । શદાર્થ:- વરસનદગ્ધયા = સવીર્ય અને સયોગી આત્મ દ્રવ્ય હોવાથી વણોવરકુવા = હાથ-પગ આદિ અંગોપાંગ ચલ(અસ્થિર) હોવાથી. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ ! કેવળી ભગવાનનો આત્મા(સશરીરી હોવાથી) સવીર્ય અને સયોગી છે. તેથી તેમના ઉપકરણ-હાથ આદિ અંગોપાંગ ચલસ્વભાવી હોય છે. હાથ આદિ અંગો ચલસ્વભાવી હોવાથી કેવળી ભગવાન વર્તમાન સમયમાં જે આકાશ પ્રદેશો ઉપર પોતાના હાથ આદિને અગવાહિત કરીને રહે છે, ત્યાંથી ઉપાડીને પુનઃ તે જ આકાશ પ્રદેશો પર તેઓ હાથ આદિને અગવાહિત કરીને રાખી શકતા નથી. હે ગૌતમ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે કેવળી ભગવાન આ સમયે જે આકાશ પ્રદેશો પર પોતાના હાથ પગ આદિ અવગાહિત કરીને રહ્યા છે, પુનઃ તેઓ તે જ આકાશ પ્રદેશો પર તે પછીના સમયે પોતાના હાથ આદિને અવગાહિત કરીને રાખી શકતા નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂક્ષ્મદષ્ટિએ કાયયોગની અસ્થિરતા(ચંચળતા) પ્રદર્શિત કરી છે. સ્થૂલદષ્ટિએ એક જગ્યાએ રાખેલા હાથ, પગ આદિ અંગોને ઉપાડીને સાવધાનીપૂર્વક ફરી પાછા