________________
શતક-૫ઃ ઉદ્દેશક-૪.
[ ૪૭] केवलिस्स। णिव्वुडे णाणे केवलिस्स, णिव्वुडे सणे केवलिस्स । से तेणटेणं गोयमा ! जाव जाणइ पासइ । શબ્દાર્થ:- fણવુડે છે = નિરાવરણ જ્ઞાન, કેવલજ્ઞાન મિયં = મર્યાદિત, સીમિત. ભાવાર્થ - પ્રશ- હે ભગવન્! તેનું શું કારણ છે કે કેવલી ભગવાન આરગત, પારગત આદિ સૂત્રોક્ત સર્વ પ્રકારના દૂરવર્તી, નિકટવર્તી અનંત શબ્દોને જાણે–દેખે છે?
- ઉત્તર– હે ગૌતમ ! કેવળી ભગવાન પૂર્વ દિશાની મર્યાદિત વસ્તુને પણ જાણે–દેખે છે અને અમર્યાદિત વસ્તુને પણ જાણે–દેખે છે, તે જ રીતે દક્ષિણદિશા, પશ્ચિમદિશા, ઉત્તરદિશા, ઊર્ધ્વદિશા અને અધોદિશાની મિત વસ્તુને પણ જાણે-દખે છે તથા અમિત વસ્તુને પણ જાણે–દેખે છે. કેવલજ્ઞાની સર્વ વસ્તુને જાણે અને દેખે છે, કેવલી ભગવાન સર્વતઃ(સર્વ તરફથી) જાણે–દેખે છે, કેવલી સર્વકાલને અને સર્વભાવોને જાણે–દેખે છે. કેવલજ્ઞાનીને અનંત જ્ઞાન અને અનંત દર્શન હોય છે. કેવલજ્ઞાનીનું જ્ઞાન અને દર્શન નિરાવરણ હોય છે.
હે ગૌતમ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે કેવલી ભગવાન આરગત અને પારગત આદિ સૂત્રોક્ત સર્વ પ્રકારના દૂરવર્તી અને નિકટવર્તી શબ્દોને જાણે છે અને દેખે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં છવસ્થ અને કેવળીની શબ્દ શ્રવણ શક્તિ પ્રદર્શિત કરી છે. છાસ્થની શબ્દ શ્રવણ શક્તિ - જે શબ્દનો કાન સાથે સ્પર્શ થાય તેને જ છદ્મસ્થ મનુષ્ય સાંભળી શકે છે. જેમ કે– ૬ સુણોઃ સદ્દા –નિંદીસૂત્ર].કાનથી સ્પષ્ટ થયેલા શબ્દ જ સંભળાય છે. છશ્વસ્થ વ્યક્તિ શ્રોત્રેન્દ્રિય(કાન)થી સાંભળે છે. ઈન્દ્રિયની શક્તિ સીમિત છે. તેથી છદ્મસ્થ મનુષ્ય ઈન્દ્રિયની સીમામાં રહેલા, કાન સાથે સ્પષ્ટ થયેલા શબ્દોને સાંભળી શકે છે, અન્ય શબ્દોને સાંભળી શકતા નથી. કેવળીની શબ્દ શ્રવણ શક્તિ - કેવળી પાસે અતીન્દ્રિય, અનંત, નિરાવરણ કેવલજ્ઞાન છે. તેના જ્ઞાનની કોઈ સીમા કે મર્યાદા નથી. તેથી તે ઈન્દ્રિયના વિષય ક્ષેત્રમાં રહેલા કે ઈન્દ્રિયના વિષય ક્ષેત્રથી દૂર રહેલા મિત, અમિત, સર્વ શબ્દોને જાણે છે અને દેખે છે.
; નાગ પાસ૬ - મૂળ સૂત્રમાં છદ્મસ્થને માટે અને ક્રિયાપદનો પ્રયોગ કર્યો છે, જ્યારે કેવળીને માટે ગાડું પાસફ ક્રિયાપદનો પ્રયોગ કર્યો છે. આ ભેદનું કારણ એ છે કે છદ્મસ્થ જીવ કાનથી શબ્દ સાંભળે છે પરંતુ કેવલી ભગવાનને કાનથી શબ્દો સાંભળવાપણું નથી. તેઓ કેવલજ્ઞાન-કેવળ દર્શનથી જ જાણે–દેખે છે. આ ડન્નમાળા - સંસ્કૃતમાં આ શબ્દના બે રૂપાન્તર થાય છે– (૧) આ નોડમીના