________________
શ્રી ભગવતી સત્ર-૨
છે. યથા- નરક ગતિમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવ નરક ગતિનું આયુષ્ય બાંધે છે તેમજ તિર્યચ, મનુષ્ય અને દેવ ગતિમાં ઉત્પન્ન થનારા જીવ ક્રમશઃ તિર્યચ, મનુષ્ય કે દેવ ગતિનું આયુષ્ય બાંધે છે.
નરકનું આયુષ્ય બાંધનાર જીવ રત્નપ્રભાથી લઈ સાતમી તમઃ તમપ્રભા પર્વતની સાત નરક ભૂમિમાંથી કોઈ એક નરક ભૂમિ સંબંધી આયુષ્ય બાંધે છે. તિર્યંચગતિનું આયુષ્ય બાંધનાર જીવ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યતના પાંચ પ્રકારના તિર્યચોમાંથી કોઈ એક પ્રકારના તિર્યંચનું આયુષ્ય બાંધે છે. આ રીતે ક્રમશઃ તિર્યંચના સર્વ ભેદને વિસ્તારથી અહીં કહેવા. તે જ રીતે મનુષ્ય સંબંધી આયુષ્ય બાંધનાર જીવ, સમૂર્છાિમ અને ગર્ભજ એમ બે પ્રકારના મનુષ્યોમાંથી કોઈ એક પ્રકારના મનુષ્યનું આયુષ્ય બાંધે છે. દેવ સંબંધી આયુષ્ય બાંધનાર જીવ, ભવનપત્યાદિ ચાર જાતિના દેવોમાંથી કોઈ એક જાતિના દેવનું આયુષ્ય બાંધે છે.હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે..
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આયુષ્યબંધ સંબંધી વિશેષ વિચાર પ્રસ્તુત કર્યા છે, તે આ પ્રમાણે છે- વર્તમાન ભવનું આયુષ્ય પૂર્ણ કરી જીવ પરભવના આયુષ્યના ઉદય સહિત જ તે ગતિમાં જાય છે.
જીવને પરભવમાં જે ગતિમાં ઉત્પન્ન થવાનું હોય, તે ગતિને યોગ્ય આયુષ્યનો બંધ વર્તમાન ભવમાં અવશ્ય કરે અને તદ્યોગ્ય આચરણ પણ આ ભવમાં જ કરે છે.
વર્તમાન ભવના આચરણ અનુસાર ચાર ગતિ અને ચોવીસ દંડકમાંથી કોઈ પણ એક ગતિ કે દિંડક સંબંધી આયુષ્યનો બંધ થાય છે.
ચાર ગતિ અને ચોવીસ દંડકના જેટલા ભેદ પ્રભેદ છે તેટલા આયુબંધના પ્રકાર સમજી લેવા જોઈએ. યથા- નારકી યોગ્ય આયુષ્યનો બંધ સાત પ્રકારનો, દેવ યોગ્ય આયુબંધ ૯૯ પ્રકારનો મનુષ્ય યોગ્ય આયુબંધ સંક્ષેપથી બે પ્રકારનો અને વિસ્તારથી ૩૦૩ પ્રકારનો તેમજ તિર્યંચ યોગ્ય આયુષ્ય બંધ સંક્ષેપથી પાંચ પ્રકારનો અને વિસ્તારથી ૪૮ પ્રકારનો છે.
છે શતક પ/૩ સંપૂર્ણ છે.