________________
શતક-૧: ઉદ્દેશક-૧
_
૩૩ ]
વાયાયં પહુન્નર વ્યાઘાત અપેક્ષાએ, રિયર કદાચિત, સિંચિત્ર સ્પર્શેન્દ્રિય રૂપે વેકાવત્તા = સમયની મર્યાદા વિના, વિવિધ પ્રકારે સાત વેમાલા- ઉચ્છવાસ પણ વિમાત્રા- વિવિધ પ્રકારે જાણવો. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ કેવા પ્રકારનો આહાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! તે દ્રવ્યથી અનંત પ્રદેશી દ્રવ્યોનો આહાર કરે છે. ઈત્યાદિ આહાર વિષયક સર્વ બાબત નૈરયિકોની સમાન જાણવી જોઈએ. પૃથ્વીકાયિક જીવ વ્યાઘાત ન હોય તો છ દિશાના પુગલોનો આહાર કરે છે. વ્યાઘાત હોય તો કદાચિત્ ત્રણ દિશામાંથી, કદાચિત્ ચાર દિશામાંથી, કદાચિત્ પાંચદિશામાંથી આહાર યોગ્ય પગલો ગ્રહણ કરે છે.
વર્ણની અપેક્ષાએ કાળો, નીલો, લાલ, હારિદ્ર–પીળો તથા શ્વેત વર્ણના દ્રવ્યોનો આહાર કરે છે. ગંધની અપેક્ષાએ સુરભિગંધ અને દુરભિગંધ, બંને ગંધવાળા; રસની અપેક્ષાએ તિક્ત-તીખો આદિ પાંચે રસ વાળા; સ્પર્શની અપેક્ષાએ કર્કશ આદિ આઠ સ્પર્શવાળા દ્રવ્યોનો આહાર કરે છે. શેષ વર્ણન પૂર્વવત્ સમજવું. ३५ कइभागं आहारेति, कइभागं फासाइंति ?
गोयमा ! असंखिज्जभागं आहारेंति, अणंतभागं फासाइंति जाव । ભાવાર્થ :- પ્રશ્ન-પૃથ્વીકાયના જીવ કેટલા ભાગનો આહાર કરે અને કેટલા ભાગનો સ્પર્શ કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! અસંખ્યાત ભાગનો આહાર કરે છે અને અનંતમા ભાગનો સ્પર્શ કરે છે અર્થાત્ સ્પર્શપણે અનુભવે છે. |३६ तेसिं पोग्गला कीसत्ताए भुज्जो भुज्जो परिणमंति ?
__ गोयमा ! फासिंदिय वेमायत्ताए भुज्जो भुज्जो परिणमंति, सेसं जहा णेरइयाणं, जाव णो अचलियं कम्मं णिज्जरंति, एवं जाव वणस्सइकाइयाणं, णवरं ठिई वण्णेयव्वा जा जस्स । उस्सासो वेमायाए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તેના આહાર કરેલા પુદ્ગલ કયા રૂપે વારંવાર પરિણમે છે?
ઉત્તર-હે ગૌતમ! સ્પર્શેન્દ્રિય રૂપે વિમાત્રાથી અર્થાતુ ઈષ્ટ–અનિષ્ટ આદિ વિવિધ પ્રકારે વારંવાર પરિણમે છે. શેષ કથન નારકીની સમાન સમજવું જોઈએ યાવતુ ચલિત કર્મોની નિર્જરા કરે છે. અચલિત કર્મોની નિર્જરા કરતા નથી. આ રીતે વનસ્પતિકાય પર્વતના જીવોના વિષયમાં સમજવું જોઈએ પરંતુ વિશેષતા એ છે કે આ સર્વની સ્થિતિ ભિન્ન ભિન્ન છે. જેની જેટલી સ્થિતિ હોય તેટલી કહેવી જોઈએ અને આ સર્વનો ઉચ્છવાસ વિમાત્રાથી જાણવો જોઈએ.
વિવેચન :
આ સુત્રોમાં પથ્વીકાયિકાદિ પાંચ સ્થાવર જીવોની સ્થિતિ આદિનું વર્ણન કર્યું છે. પ્રત્યેક જીવોની