________________
શતક-૧ : ઉદ્દેશક-૧
૩૧
પ્રશ્ન- હે ભગવન્ ! નાગકુમાર દેવોને કેટલા સમય પછી આહારની અભિલાષા ઉત્પન્ન થાય
ઉત્તર– ગૌતમ ! નાગકુમાર દેવોનો આહાર બે પ્રકારનો છે. આભોગ–નિવર્તિત અને અનાભોગ– નિર્વર્તિત. તેમાં અનાભોગનિર્વર્તિત આહાર પ્રતિસમય-વિરહરહિત હોય છે અને આભોગનિર્વર્તિત આહારની અભિલાષા જઘન્ય ચતુર્થભક્ત–એક અહોરાત્રે અને ઉત્કૃષ્ટ દિવસ પૃથ–અનેક દિવસે ઉત્પન્ન થાય છે. શેષ ચલિત કર્મની નિર્જરા કરે છે, અચલિત કર્મોની નિર્જરા કરતા નથી, ત્યાં સુધીનું સંપૂર્ણ વર્ણન અસુરકુમાર દેવોની જેમ સમજવું જોઈએ.
છે?
સુવર્ણકુમાર દેવોથી સ્તનિતકુમાર દેવો સુધીના સર્વ ભવનપતિ દેવોની સ્થિતિથી કર્મ નિર્જરા સુધીના સર્વ આલાપકોનું કથન પૂર્વવત્ કરવું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દશ ભવનપતિ દેવોની સ્થિતિ આદિના સંબંધમાં નારકોની જેમ ક્રમશઃ પ્રશ્નોત્તર અંકિત છે.
સ્થિતિ :– ભવનપતિની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ કંઈક અધિક એક સાગરોપમની અને નવનિકાયના દેવોની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન બે પલ્યોપમની છે. મૂળ પાઠમાં નાગકુમાર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ કંઈક ન્યૂન બે પલ્યોપમની કહી છે. તે ઉત્તરદિશાના નાગકુમારોની અપેક્ષાએ સમજવી જોઈએ. દક્ષિણ દિશાવર્તી નાગકુમારોની ઉત્કૃષ્ટ સ્થિતિ દોઢ પલ્યોપમની છે. શ્વાસોશ્વાસ કાલમાન – અસુરકુમાર જઘન્ય સાત સ્તોક, ઉત્કૃષ્ટ એક પક્ષ, નવનિકાયનાદેવ જઘન્ય સાત સ્તોક, ઉત્કૃષ્ટ મુહૂર્ત પૃથક્વે શ્વાસ લે છે અને છોડે છે.
આહાર :– અસુરકુમાર જઘન્ય ચતુર્થભક્ત-એક અહોરાત્રે, ઉત્કૃષ્ટ કંઈક અધિક ૧૦૦૦ વર્ષે, નવનિકાયના દેવો જઘન્ય ચતુર્થભક્ત–એક અહોરાત્રે, ઉત્કૃષ્ટ દિવસ પૃથ–અનેક દિવસે આહાર કરે છે. તેણે ગ્રહણ કરેલો આહાર પંચેન્દ્રિયપણે અને સુરૂપે, ઈચ્છિત અને મનોહર રૂપે પરિણમે છે. શેષ કથન નૈયિકોની સમાન જાણવું.
પુર્ત્તત્ત–પૃથક્ત્વ :- પરંપરાથી પૃથ શબ્દ બે થી નવ સંખ્યાનો વાચક છે. પ્રિવૃત્તિાનવમ્યઃ સંચ્યા વિશેષઃ પૃથત્વમુખ્યતે । [પૂ. ઘાસીલાલજી મ.સા.] પરંતુ પાચીન ટીકા અને અભિધાન રાજેન્દ્ર કોષમાં પુષુત્ત = પૃથુત્વ શબ્દનો અર્થ "અનેક" કર્યો છે. પુરુત્ત સદ્દો વહુવારી । – ટીકા. શ્રી ભગવતી સૂત્ર, જીવાભિગમ સૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર આદિ અનેક આગમોમાં 'પુ ુત્ત' શબ્દપ્રયોગ અનેક સ્થાને થયો છે. તેમાં જ્યાં તેનો બે થી નવ અર્થ સુસંગત ન થતો હોય ત્યાં તેનો 'અનેક' અર્થ સ્વીકાર્ય છે. અનેક શબ્દમાં બે થી નવનો અને તેથી અધિક સંખ્યાનો પણ સમાવેશ થઈ જાય છે.