________________
શતક-૧: ઉદ્દેશક-૧
_
૨૧
|
તેથી તે અન્ય પદથી ભિન્ન છે.
આ રીતે અંતિમ પાંચે પદ વિગત–નાશ પક્ષની અપેક્ષાએ ભિન્નાર્થક છે. પ્રથમ ચાર પદથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ અને અંતિમ પાંચ પદથી સમસ્ત કર્મના ક્ષયરૂ૫ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
ચોવીસ દંડકોના જીવોની સ્થિતિ આદિ :| ९ जेरइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं दस वाससहस्साई, उक्कोसेणं तेत्तीस सागरोवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નરયિકોની સ્થિતિ કેટલા કાલની છે?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય [ઓછામાં ઓછી] ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ [વધુમાં વધુ ૩૩ સાગરોપમની કહી છે. | १० णेरइया णं भंते ! केवइकालस्स आणमंति वा पाणमंति वा ऊससंति वा णीससति वा ? जहा उस्सासपए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નારકીના જીવો કેટલા કાલે સમયે શ્વાસ લે છે અને કેટલા સમયે શ્વાસ છોડે છે? કેટલા કાલે ઉચ્છવાસ લે છે અને નિઃશ્વાસ છોડે છે?
ઉત્તર- હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના સાતમા ઉચ્છવાસ પદ અનુસાર સમજવું. ११ णेरइया णं भंते ! आहारट्ठी? जहा पण्णवणाए पढमए आहारुद्देसए तहा भाणियव्वं ।
ठिई उस्सासाऽऽहारे, किं वाऽऽहारेंति सव्वओ वावि । कइभागं सव्वावि व, कीस व भुज्जो परिणमंति ॥
ભાવાર્થ :- હે ભગવન નારકી જીવો આહારર્થી છે? અહીં પ્રજ્ઞાપના સૂત્રના આહાર પદના પ્રથમ ઉદ્દેશકની જેમ વર્ણન કરવું જોઈએ.
ગાથાર્થ– નારકીના જીવોની સ્થિતિ, ઉચ્છવાસ તથા આહાર સંબંધી કથન કરવું જોઈએ. શું તે આહાર કરે છે? તે સમસ્ત પ્રદેશોથી આહાર કરે છે? તે કેટલામો ભાગ આહાર કરે છે? અથવા સર્વ આહારક દ્રવ્યોનો આહાર કરે છે? અને તે આહારક દ્રવ્યોને વારંવાર કેવા રૂપે પરિણાવે છે? |१२ णेरइयाणं भंते ! पुव्वाहारिया पोग्गला परिणया? आहारिया आहारिज्ज