________________
| શતક–૧: ઉદ્દેશક૧
૧૭ |
વિવેચન :
પ્રશ્નના પ્રારંભમાં રે પૂર્વ મતે !શબ્દ પ્રયોગ છે. તે = વાક્યના પ્રારંભનો સૂચક છે. પૂર્વ શબ્દ નિશ્ચયવાચક છે અને અંતે ! ગુરુદેવને આમંત્રણ સૂચક છે. ‘ભતે શબ્દના અર્થ અનેક પ્રકારે થઈ શકે છે. તેની સંસ્કૃત છાયા ભિન્નભિન્ન થાય છે. યથા- (૧) મદ્દત-કલ્યાણકારી, સુખકારી (૨) મનસમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ મોક્ષ માર્ગનું સેવન કરનાર (૩) માન- તપાદિ ગુણોની દીપ્તિથી ચમકનાર (૪) માનત- તપાદિ ગુણોની દીપ્તિથી યુક્ત (૫) શ્રાત- મિથ્યાત્વાદિ બંધનોથી રહિત, (૬) કથા- સાંસારિક ભય–ત્રાસથી રહિત (૭) ભવાન- નરકાદિ સમસ્ત ભાવનો અંત કરનાર (૮) ભવ- ઐશ્વર્યાદિ સંપન્ન. મા શબ્દને વહુ પ્રત્યય લગાવીને ભાવત્ શબ્દ બને છે. શાસ્ત્રોમાં મા શબ્દના છ અર્થ કર્યા છે. યથા
एक्तर्यस्य समग्रस्य रूपस्य यशसः श्रियः । धर्मस्याथ प्रयत्नस्य, षण्णां भग इतीगना ॥
અર્થ :- ‘ભગ’ શબ્દના છ અર્થ છે. તે આ પ્રમાણે છે, સંપૂર્ણ ઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી, ધર્મ અને પ્રયત્ન. તીર્થકર દેવ, ચોત્રીસ અતિશય રૂપી બાહ્ય ઐશ્વર્યથી અને કેવળજ્ઞાન-કેવળદર્શન રૂપી આંતરિક અતિશય રૂપી ઐશ્વર્યથી યુક્ત હોય છે. તેથી તેને ભગવાન કહે છે.
જૈનાગમોમાં ‘ભંતે' શબ્દનો “ભગવાન” અર્થ પ્રચલિત છે. પ્રસ્તુત પ્રસંગમાં ‘ભતે શબ્દથી પ્રભુ મહાવીરને સંબોધિત કરીને ગૌતમ સ્વામીએ પ્રશ્ન પૂછ્યા છે.
શાસ્ત્રના પ્રારંભમાં જ ગૌતમ સ્વામીએ વનમાં સિઆદિ નવ પ્રશ્નો પૂછીને કર્મબંધનથી મુક્તિનો માર્ગ સમજાવ્યો છે. કર્મક્ષયનો પ્રારંભ રાખે થી થાય, ચલિત થયેલા કર્મોની અંતે નિર્જરા થાય, કર્મો નાશ પામે અને આત્મપ્રદેશોથી પૃથક્ થાય છે. વનમાં નિ:- ચલાયમાન ચલિત. અબાધાકાલ પૂર્ણ થતાં પોતાનું ફળ દેવા કર્મો ઉદયાવલિકામાં પ્રવેશ કરે છે. ઉદયાવલિકામાં પ્રવેશ કરવા માટે કર્મો ચલાયમાન થાય છે. ઉદયાવલિકા તે જ કર્મોનો ચલનકાલ છે. તેમાં અસંખ્યાત સમય વ્યતીત થાય છે. તે અસંખ્યાત સમયની આદિ, મધ્ય અને અંત હોય છે. કર્મદલિકો પણ અનંત છે અને તેને ઉદયમાં આવવાનો પણ એક નિશ્ચિત ક્રમ છે. પ્રથમ સમયે કર્મ પુદ્ગલના જેટલા દલિકો ચલાયમાન થયા, તે દલિકો પોતાની ચલન ક્રિયા પ્રથમ સમયે જ પૃ કરે છે. તેથી પ્રથમ સમયે ચલાયમાન થયેલા કર્મદલિકોને પ્રથમ સમયે જ ચલિત કહેવાય છે. આ રીતે વર્તમાનકાલભાવી ચલાયમાન કર્મને ભૂતકાલભાવી ચલિત કર્મરૂપે કથન કરાય તેમાં કોઈ વિરોધ નથી.
કર્મોનો ઉદયાવલિકામાં પ્રવેશ થવાથી નિર્જરા સુધીની પ્રત્યેક ક્રિયા પરસ્પર સાપેક્ષ હોવા છતાં સંપૂર્ણ સ્વતંત્ર છે. સમયે સમયે તે પ્રત્યેક ક્રિયા થતી રહે છે.
કર્મોની ઉદયાવલિકા પણ અસંખ્યાત સમયની છે. તેમાં પ્રથમ સમયમાં જે દલિતો ઉદયાવલિકામાં