________________
૧૦ |
શ્રી ભગવતી સૂત્ર-૧
છે. તેમાં ગાયત્તરે આદિ બાર પદનો પ્રયોગ છે. શ્રદ્ધા = ઈચ્છા, રુચિ અથવા ઉત્સુક્તા, સંશય = જિજ્ઞાસા, કતુહલ = આશ્ચર્ય. કોઈ પણ દર્શનના ઉદ્દભવની પૂર્વભૂમિકા આ ત્રિપદી જ છે. કોઈ પણ અજ્ઞાત વસ્તુના વિષયમાં સહુ પ્રથમ ઈચ્છા થાય, ત્યાર પછી તેને જાણવાની જિજ્ઞાસા થાય અને ત્રીજી અવસ્થામાં એક આશ્ચર્ય ઉત્પન્ન થાય કે આનો પ્રત્યુત્તર શું મળશે? આ પ્રક્રિયાથી જ દર્શનનો વિકાસ થાય છે. જેમ ઝાડ પરથી ફળને નીચે પડતું જોઈને ન્યૂટન નામના વૈજ્ઞાનિકને, "આ શું થયું? કેવી રીતે થયું?" તે જિજ્ઞાસા થઈ. તેમ જ આ ક્રિયાથી અંતરમાં આશ્ચર્યનો ભાવ ઉત્પન્ન થયો કે આ રીતે કેમ બની શકે? તેની તે જ વિચારધારાએ ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની શોધ કરી. પ્રસ્તુત આગમમાં પણ આ ત્રિપદીનો અનેક વાર પ્રયોગ થયો છે. જાત, ઉત્પન્ન, સંજાત અને સમુત્પન્ન–આ ચારે શબ્દ ક્રમિક વિકાસના સૂચક છે. જેમ બીજ વાવ્યું, અંકુરિત થયું, છોડ થયો અને અંતે પૂર્ણ રૂપે નિષ્પન્ન થયું, તે જ રીતે જાત = અસ્તિત્વમાં આવ્યું, ઉત્પન્ન = ઉત્પન્ન થયું, સંજાત = વૃદ્ધિગત થયું અને સમુત્પન્ન = પૂર્ણ રૂપથી નિષ્પન્ન થયું.
કેટલાક આચાર્યો ગાત, ૩૫ઇ આદિ પદમાં હેતુ હેતુમભાવ સંબંધને સ્વીકારે છે. કેટલાક આચાર્યો આ ચારે પદમાં અવગ્રહ, ઈહા, અવાય અને ધારણાને સ્વીકારે છે. કેટલાક આચાર્યો આ ચારે પદના પ્રયોગથી ક્રમશઃ ગૌતમસ્વામીના ચિત્તની સ્થિતિની પુષ્ટતાને સૂચિત કરે છે.
સંક્ષેપમાં ગૌતમસ્વામીને બાય- શ્રદ્ધા- અર્થતત્વ જાણવાની ઈચ્છા થઈ, નાથ સંસાતેમને સંશય-જિજ્ઞાસા થઈકે પ્રભુ વતમાને પતિ- એ સૂત્રમાં વર્તમાનકાલિક પ્રયોગને ભૂતકાલીન કેમ કહે છે? બાયોડદને = તેમને કુતુહલ થયું કે પ્રભુ આ પ્રશ્નનું સમાધાન કેમ કરશે? તે માનસિક વિચારધારા પરિપક્વ બની ત્યારે તેઓ પોતાની ઉત્થાન શક્તિથી ઊઠ્યા અને પ્રભુની સમીપે શંકાના સમાધાન માટે ગયા.
ઈન્દ્રભૂતિ ગૌતમની જિજ્ઞાસા પ્રગટ કરવાની રીતના માધ્યમથી શાસ્ત્રકારે પ્રત્યેક વિનીત શિષ્યને ગુરુ સમક્ષ પોતાના મનોભાવને પ્રગટ કરવાની પદ્ધતિની શિક્ષા આપી છે.
ચલમાન ચલિત આદિ નવ પદો :
७ से णूणं भंते ! चलमाणे चलिए? उदीरिज्जमाणे उदीरिए ? वेइज्जमाणे वेइए ? पहिज्जमाणे पहीणे ? छिज्जमाणे छिण्णे ? भिज्जमाणे भिण्णे ? डज्झमाणे दड्डे ? मिज्जमाणे मडे ? णिज्जरिज्जमाणे णिज्जिण्णे?
हंता गोयमा ! चलमाणे चलिए जाव णिज्जरिज्जमाणे णिज्जिण्णे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું ચલમાન ચલિત, ઉદીર્યમાણ ઉદીરિત, વેદ્યમાન વેદિત, પ્રહાયમાણ પ્રહણ, છિદ્યમાન છિન્ન, ભિધમાન ભિન્ન, દહ્યમાન દગ્ધ, પ્રિયમાણ મૃત અને નિર્જીર્યમાણ નિજીર્ણ હોય છે?
ઉત્તર- હા, ગૌતમ! ચલમાન ચલિતથી લઈ નિર્જીર્યમાન નિજીર્ણ હોય છે.