________________
[ ૫૦૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
શતક-૪ : ઉદ્દેશક-૫,૬,૭,૮
રાજધાની ઇશાનેન્દ્રના લોકપાલની રાજધાની - | १ रायहाणीसु वि चत्तारि उद्देसा भाणियव्वा जाव एमहिड्डीए जाव वरुणे महाराया। ભાવાર્થ :- ઈશાનેન્દ્રના ચાર લોકપાલોની રાજધાનીઓના ચાર ઉદ્દેશક કહેવા જોઈએ અર્થાત્ એક–એક લોકપાલની રાજધાની સંબંધી વર્ણન પૂર્ણ થતાં, એક ઉદ્દેશક પૂર્ણ થાય છે, તેમ ચારે રાજધાનીના વર્ણનમાં ચાર ઉદ્દેશક પૂર્ણ થાય છે. આ રીતે ક્રમશઃ પાંચથી આઠમા ઉદ્દેશકમાં વરુણ મહારાજા પર્યત વર્ણન છે તેમજ તે આટલી મહાઋદ્ધિ સંપન્ન, વિફર્વણા શક્તિ સંપન્ન છે.
વિવેચન :
પ્રસ્તુત ચાર ઉદ્દેશકોનું એક જ સૂત્ર દ્વારા અતિદેશ પૂર્વક વર્ણન કર્યું છે.
જીવાભિગમ સુત્રમાં વર્ણિત વિજય રાજધાનીના વર્ણનની સમાન ચાર રાજધાનીઓના ચાર ઉદ્દેશકોનો પ્રારંભ આ પ્રમાણે કરવો જોઈએ.
પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ ઈશાનના લોકપાલ સોમ મહારાજાની સોમા નામક રાજધાની
ક્યાં છે?
ઉત્તર- તે રાજધાની 'સુમન' નામક મહાવિમાનની બરોબર નીચે છે. ઈત્યાદિ વર્ણન પૂર્વવત્ કરવું જોઈએ.
એ રીતે ક્રમશઃ એક એક રાજધાનીના સંબંધમાં પ્રશ્નોત્તર પૂર્વક વર્ણન કરીને ચારે ય લોકપાલોની રાજધાની સંબંધી એક એક ઉદ્દેશક કહેવો જોઈએ.એક સરખું વર્ણન હોવાથી સંક્ષિપ્તિકરણમાં અતિદેશપૂર્વક મૂળપાઠ છે. છતાં તેનો વિષય પહેલાં જ સ્પષ્ટ થઈ ગયેલ છે.
શતક ૪/૫ થી ૮ સંપૂર્ણ છે