________________
| શતક–૪: ઉદ્દેશક-૧ થી ૪.
૫૦૧ |
સમતલથી અસંખ્ય યોજન ઉપર જતાં, ઈશાન નામક કલ્પ દિવલોક છે. તેમાં પાંચ અવતંસક (આવાસ) કહ્યા છે. તે આ પ્રમાણે છે– અંકાવયંસક, સ્ફટિકાવવંસક, રત્નાવલંસક અને જાતરૂપાવતંસક. આ ચાર અવતંકની મધ્યમાં ઈશાનાવતંસક છે. તે ઈશાનાવત સક નામક મહાવિમાનથી પૂર્વમાં તિરછા અસંખ્યાત હજાર યોજન ગયા પછી દેવેન્દ્ર દેવરાજ ઈશાનના લોકપાલ સોમ મહારાજનું 'સુમન' નામક મહાવિમાન છે. તેની લંબાઈ-પહોળાઈ સાડા બાર લાખ યોજન છે, ઈત્યાદિ સંપૂર્ણ વક્તવ્યતા શતક-૩/૭માં કથિત શક્રેન્દ્રના લોકપાલ સોમના મહાવિમાનની વક્તવ્યતાની સમાન અર્થનિકા સમાપ્તિ પર્યત કહેવું.
એક લોકપાલના વિમાનની વક્તવ્યતા જ્યાં પૂર્ણ થાય છે. ત્યાં એક ઉદ્દેશક સમાપ્ત થાય છે.] આ રીતે ચારે લોકપાલોમાંથી પ્રત્યેકના વિમાનની વક્તવ્યતા પૂરી થાય, ત્યાં એક એક ઉદ્દેશક સમજવો. આ રીતે ચાર ઉદ્દેશક પૂર્ણ થાય છે. વિશેષતા એ છે કે તેની સ્થિતિમાં અંતર છે, તે આ પ્રમાણે છે
ગાથાર્થ– આદિના બે લોકપાલ સોમ અને યમની સ્થિતિ ત્રિભાગનૂન બે પલ્યોપમની છે. વૈશ્રમણની સ્થિતિ બે પલ્યોપમની છે અને વરુણની સ્થિતિ ત્રિભાગ સહિત બે પલ્યોપમની છે. અપત્યરૂપ દેવોની સ્થિતિ એક પલ્યોપમની છે.
વિવેચન :
પ્રસ્તુત ચાર ઉદ્દેશકમાં ચાર સૂત્રો દ્વારા ઈશાનેન્દ્રના સોમ, યમ, વૈશ્રમણ અને વરુણ લોકપાલોના ચાર વિમાન, તે ચારેનું સ્થાન તથા ચારે લોકપાલોની સ્થિતિનું સંક્ષિપ્તનિરૂપણ કર્યું છે. તેનું વિસ્તૃત વર્ણન શકેન્દ્રના લોકપાલની સમાન છે.
છે શતક ૪/૧ થી ૪ સંપૂર્ણ છે