________________
શતક—૩ : ઉદ્દેશક-૭
સમૃદ્ધ,
અમોધ અને અસંગ
દેવેન્દ્ર દેવરાજ શકના લોકપાલ વૈશ્રમણ મહારાજની સ્થિતિ બે પલ્યોપમની છે અને તેના અપત્યરૂપે અભિમત દેવોની સ્થિતિ એક પલ્યોપમની છે. આ રીતે વૈશ્રમણ મહારાજ મહાઋદ્ધિ સંપન્ન
અને મહાપ્રભાવસંપન્ન છે.
૪૮૭
હે ભગવન્ ! આ ભાવ આ જ પ્રકારે છે. હે ભગવન્ ! આ ભાવ આ જ પ્રકારે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં લોકપાલ વૈશ્રમણના વિમાનનું સ્થાન, તેનું પરિમાણાદિ તથા તેના અધીન દેવો, તેનું કાર્ય, તેના અપત્યરૂપ દેવો અને તેની સ્થિતિનું નિરૂપણ છે. વૈશ્રમણને લોકભાષામાં કુબેર પણ કહે છે; ધન, ધાન્ય, નિધિ, ભંડાર આદિ સર્વ વૈશ્રમણને આધીન હોય છે.
હિપ્નવાસાહિળવુટ્ટિ - ઝરમર-ઝરમર વરસતી ચાંદીની વર્ષા, હિરણ્યવૃષ્ટિ—જોરદાર થતી ચાંદી આદિની વર્ષા..
સુખિવઘા-યુમિનવા - જે સમયે ભિક્ષુઓને ભિક્ષા સરળતાથી પ્રાપ્ત થાય તે સુભિક્ષ અને ભિક્ષા કઠિનાઈથી પ્રાપ્ત થાય તે દુર્ભિક્ષ કહેવાય છે.
સુજાત-પુજાલ – વૃષ્ટિના અભાવથી થતો ભીષણ કાળ તે દુષ્કાળ કહેવાય છે અને વૃષ્ટિના સદ્ભાવથી થતો સારો કાળ તે સુકાળ કહેવાય છે.
બિહીન્નિવા બિત્તિ વા - નિધિ અથવા નિધાન. લાખ રૂપિયા અથવા તેથી અધિક ધનનો એક જગ્યાએ સંગ્રહ કરવો તે નિધિ છે અને જમીનમાં દાટેલા લાખો રૂપિયાના ભંડાર અથવા ખજાનાને નિધાન કહે છે.
પીળસેવારૂં - જેમાં ધનને સિંચન કરનારા અર્થાત્ વૃદ્ધિ કરનારા ન રહ્યા હોય તેવું ધન.
પછીળમણિ - જેના તરફ જવાનો માર્ગ નષ્ટ થઈ ગયો હોય તેવા સ્થાને રહેલું ધન.
પછીનોવાફ – જેનું ગોત્ર તથા ઘર નષ્ટ થઈ ગયું હોય અર્થાત્ જે વ્યક્તિએ ધનભંડાર ભર્યો છે, તેના ગોત્રીય—સંબંધી અને તેના સંબંધીના ઘર પણ નષ્ટ થઈ ગયા હોય તેવું ધન.