________________
[ ૪૮૬ |
શ્રી ભગવતી સૂત્ર-૧
महापहपहेसु वा, णयरणिद्धमणेसु वा, सुसाण-गिरि-कंदर-संति-सेलोवट्ठाण भवणगिहेसु सण्णि- क्खित्ताई चिटुंति । ण ताई सक्कस्स देविंदस्स देवरण्णो वेसमणस्स महारण्णो अण्णायाई, अदिट्ठाई, असुयाई, अमुयाई, अविण्णायाइं; तेसिं वा वेसमणकाइयाणं देवाणं । ભાવાર્થ :- દેવેન્દ્ર દેવરાજ શક્રના લોકપાલ વૈશ્રમણ મહારાજાની આજ્ઞામાં, ઉપપાતમાં, સિમીપતામાં વચન-નિર્દેશમાં આ દેવો રહે છે. યથા-વૈશ્રમણકાયિક, વૈશ્રમણ દેવ કાયિક, સુવર્ણકુમાર, સુવર્ણકુમારીઓ, દ્વીપકુમાર, દ્વીપકુમારીઓ, દિકકુમાર, દિકકુમારીઓ, વાણવ્યંતરદેવ, વાણવ્યંતરદેવીઓ તથા આ પ્રકારના સર્વ દેવો જે તેની ભક્તિ, પક્ષ અને અધીનતા રાખે છે, તે સર્વ તેની આજ્ઞામાં રહે છે.
આ જંબુદ્વીપના મેરુપર્વતથી દક્ષિણમાં જે આ કાર્ય થાય છે. યથા- લોખંડની ખાણ, કલઈની ખાણ, તાંબાની ખાણ, શીશાની ખાણ, હિરણ્ય-ચાંદી, સુવર્ણ, રત્ન અને વજની ખાણ; વસુધારા, હિરણ્ય, સુવર્ણ, રત્ન, વજ, આભૂષણો, પત્ર, પુષ્પ, ફળ, બીજ, માળા, વર્ણ, ચૂર્ણ, ગંધ અને વસ્ત્ર આ સર્વની વર્ષા તથા અલ્પ અથવા અધિક હિરણ્ય, સુવર્ણ, રત્ન, વજ, આભરણ, પત્ર, પુષ્પ, ફળ, બીજ, માળા, વર્ણ, ચૂર્ણ, ગંધ, વસ્ત્ર, ભાજન અને ક્ષીર આદિ સર્વની વૃષ્ટિ; સુકાલ, દુષ્કાલ, અલ્પમૂલ્ય, મહામૂલ્ય, સુભિક્ષ, દુર્ભિક્ષ, ક્રય-વિક્રય; સન્નિધિ–ઘી, ગોળ આદિનો સંચય, સચિય અનાજાદિનો સંચય), નિધિ–ખજાના, નિધાન, ચિરપુરાતન–અત્યંત પ્રાચીન જેના સ્વામી નષ્ટ થઈ ગયા હોય તેવા ખજાના, જેની સાર સંભાળ લેનાર કોઈ નથી તેવા ખજાના; પ્રહણ માર્ગ–જ્યાં પહોંચવાનો માર્ગ નષ્ટ થઈ ગયો છે તેવા ખજાના, નષ્ટ ગોત્રવાળા ખજાના, સ્વામી રહિત ખજાના, સ્વામીઓના નામ અને ગોત્ર તથા ઘર નામ-શેષ થઈ ગયા હોય તેવા ખજાના; શૃંગાટક માર્ગોમાં, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ, સામાન્ય માર્ગ, નગરના ગંદા નાળા, સ્મશાન, પર્વતગૃહ, પર્વત ગુફા, શાંતિગૃહ, પર્વતને ખોદીને બનાવેલા ઘર, સભાસ્થાન, નિવાસગૃહ, આદિસ્થાનોમાં દાટેલું ધન; આ સર્વપદાર્થ દેવેન્દ્ર દેવરાજ શક્રના લોકપાલ વૈશ્રમણ મહારાજાથી તથા વૈશ્રમણકાયિક દેવોથી અજ્ઞાત, અદષ્ટ, અશ્રુત, અસ્કૃત અને અવિજ્ઞાત નથી. |१३ सक्कस्स देविंदस्स देवरण्णो वेसमणस्स महारण्णो इमे देवा अहावच्चाभिण्णाया होत्था, तं जहा- पुण्णभद्दे, माणिभद्दे, सालिभद्दे सुमणभद्दे, चक्के, रक्खे, पुण्णरक्खे, सव्वाणे, सव्वजसे, सव्वकामे, समिद्धे, अमोहे, असंगे ।
सक्कस्स णं देविंदस्स देवरण्णो वेसमणस्स महारण्णो दो पलिओवमाई ठिई पण्णत्ता, अहावच्चाभिण्णायाणं देवाणं एगं पलिओवमं ठिई पण्णत्ता, एमहिड्डीए जाव वेसमणे महाराया ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ :- દેવેન્દ્ર દેવરાજ લોકપાલ શક્રના લોકપાલ વૈશ્રમણ મહારાજાના અપત્યરૂપે અભિમત આ દેવો છે. યથા- પૂર્ણભદ્ર, મણિભદ્ર, શાલિભદ્ર, સુમનોભદ્ર, ચક્ર, રક્ષ, પૂર્ણરક્ષ, સદ્વાન, સર્વયશ, સર્વકાય,