________________
शत-3:6देश-७
| ४७७
तारारूवाणं बहूई जोयणाइं जाव पंच वडेंसिया पण्णत्ता, तं जहा- असोगव.सए, सत्तवण्ण- वडेंसए, चंपयवर्डसए, चूयव.सए, मज्झे सोहम्मवडेंसए । तस्स णं सोहम्मवडेंसयस्स महाविमाणस्स पुरत्थिमे णं सोहम्मे कप्पे असंखेज्जाइं जोयणाई वीइवइत्ता एत्थ णं सक्कस्स देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो संझप्पभेणामं महाविमाणे पण्णत्ते। अद्धतेरसजोयण सयसहस्साई आयामविक्खंभेणं, उणयालीसं जोयणसयसहस्साई, बावण्णं च सहस्साई, अट्ठ य अडयाले जोयणसए किंचि विसेसाहिए परिक्खेवेणं पण्णत्ते । जा सूरियाभ विमाणस्स वत्तव्वया सा अपरिसेसा भाणियव्वा जाव अभिसेओ; णवरं सोमो देवो ।
संझप्पभस्स णं महाविमाणस्स अहे, सपक्खि, सपडिदिसिं असंखेज्जाई जोयणसहस्साइं ओगाहित्ता एत्थ णं सक्कस्स देविंदस्स, देवरण्णो सोमस्स महारण्णो सोमा णामं रायहाणी पण्णत्ता- एगं जोयणसयसहस्सं आयामविक्खंभेणं जंबुद्दीवप्प- माणा । वेमाणियाणं पमाणस्स अद्धं णेयव्वं जाव ओवारियलेणं सोलस जोयणसहस्साई आयामविक्खंभेणं, पण्णासं जोयणसहस्साई, पंच य सत्ताणउए जोयणसए किंचि विसेसूणे परिक्खेवेणं पण्णत्ते । पासायाणं चत्तारि परिवाडीओ णेयव्वाओ, सेसा णत्थि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્રના લોકપાલ, સોમ નામના મહારાજનું સંધ્યાપ્રભ નામનું મહાવિમાન ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપ નામના દ્વીપના મેરૂ પર્વતથી દક્ષિણ દિશામાં આ રત્નપ્રભાપુથ્વીના બહુ સમ રમણીય ભૂમિભાગથી ઉપર ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારાગણ છે. તેનાથી અનેક યોજન ઉપર (યાવત) પાંચ અવતંસક છે. યથા- અશોકાવાંસક, સપ્તપર્ણાવતંસક, ચંપકાવતંસક, ચૂતાવાંસક અને મધ્યમાં સૌધર્માવલંસક છે. તે સૌધર્માવલંસક મહાવિમાનની પૂર્વમાં સૌધર્મકલ્પમાં અસંખ્ય યોજન ગયા પછી ત્યાં દેવેન્દ્ર દેવરાજ શક્રના લોકપાલ સોમ નામના મહારાજાનું સંધ્યાપ્રભ નામનું મહાવિમાન આવે છે. તેની લંબાઈ પહોળાઈ સાડા બાર લાખ યોજનની છે. તેનો પરિક્ષેપ-પરિધિ ૩૯,૫૨,૮૪૮ (ઓગણચાલીસ લાખ, બાવન હજાર આઠસો અડતાલીસ) યોજનથી કંઈક અધિક છે. આ વિષયમાં સૂર્યાભ દેવના વિમાનની વક્તવ્યતાની સમાન અભિષેક પર્યત સંપૂર્ણ વક્તવ્યતા કહેવી. વિશેષતા એ છે કે સૂર્યાભ દેવના સ્થાને અહીં 'સોમ દેવ' કહેવું જોઈએ.
સંધ્યાપ્રભ મહાવિમાનના સપક્ષ, સપ્રતિદેશ અર્થાતુ બરોબર નીચે અસંખ્ય યોજના ગયા પછી દેવેન્દ્ર દેવરાજ શક્રના લોકપાલ સોમ મહારાજાની સોમા નામની રાજધાની છે. તે રાજધાનીની લંબાઈ