________________
| શતક-૩ઃ ઉદ્દેશક-૫
[ ૪૧]
જાય છે?
ઉત્તર- હે ગૌતમ! તે આત્મઋદ્ધિથી જાય છે, પરંતુ પરઋદ્ધિથી જતા નથી. આ રીતે આત્મકર્મ આત્મક્રિયા] અને આત્મપ્રયોગથી જાય છે, પરંતુ પરકર્મ અને પરપ્રયોગથી જતા નથી. તે સીધા [ઊભા] પણ જઈ શકે છે અને તેથી વિપરીત પણ જઈ શકે છે. १६ से णं भंते ! किं अणगारे आसे ?
गोयमा ! अणगारे णं से, णो खलु से आसे; एवं जाव पारासररूवं वा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ રીતે રૂપ બનાવેલા તે ભાવિતાત્મા અણગાર, શું અશ્વ કહેવાય
ઉત્તર- હે ગૌતમ ! તે અણગાર છે, પણ અશ્વ નથી. આ રીતે પારાશર, અષ્ટાપદ સુધીના રૂપોના સંબંધમાં પણ કથન કરવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભાવિતાત્મા અણગાર દ્વારા વિવિધ રૂપોના અભિયોજન સંબંધી નિરૂપણ છે. અભિયોગ :- વિદ્યા, મંત્ર, તંત્ર આદિના બળથી અશ્વાદિમાં પ્રવેશ કરીને તેના દ્વારા ક્રિયા કરાવવી તેને અભિયોગ કહે છે. વૈક્રિયા :- વૈક્રિય લબ્ધિ અથવા વૈક્રિય સમુઘાતથી સમવહત થઈને એક અથવા અનેક વૈક્રિયરૂપો બનાવવા તેને વિક્રિયા કહે છે. આ રીતે બંનેની પ્રક્રિયામાં તફાવત છે. અભિયોગ-વૈકિયા વચ્ચે સમાનતા અને તફાવત :- (૧) અભિયોગ અને વિક્રિયા બંનેમાં બહારના પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે છે. (૨) બંનેમાં વિવિધ પ્રકારના અનેક રૂપો બનાવવામાં આવે છે. (૩) અભિયોગમાં હાથી, ઘોડા વગેરે જે શરીરમાં પ્રવેશ કરવો હોય તેવું રૂપ બનાવવું આવશ્યક છે. વૈક્રિયમાં કોઈ શરીરમાં પ્રવેશ કરવાનો નથી. હાથી વગેરે બનાવવું હોય તે તે રૂપ બનાવી ગમનાદિ કાર્ય કરે છે. તાત્પર્ય એ છે કે વૈક્રિયમાં સ્વયંના જ અશ્વાદિ રૂપ બનાવી ગમનાદિ કાર્ય કરે છે જ્યારે અભિયોગમાં અશ્વાદિ રૂપ બનાવી, અશ્વ વગેરેના શરીરમાં પ્રવેશ કરી ગમનાદિ કાર્ય કરે છે. અણગારની અભિયોજન શક્તિ – વિદ્યા, મંત્ર, તંત્ર આદિના બળથી, બાહ્ય પુગલોને ગ્રહણ કરીને, ભાવિતાત્મા અણગાર અશ્વાદિના રૂપોનું અભિયોજન કરીને, અનેક યોજન સુધી ગમન કરી શકે છે. તે આત્મઋદ્ધિથી, આત્મકર્મથી અને આત્મપ્રયોગથી અભિયોગ કરે છે. તે અણગાર ગમે તે રૂપનો અભિયોગ કરે પરંતુ તે રૂપે તે પરિણમતા નથી અર્થાત્ અશ્વાદિ થતા નથી. તે અણગાર જ અશ્વાદિરૂપોમાં પ્રવિષ્ટ છે, તેથી તે અણગાર જ છે.