________________
શતક—૩ : ઉદ્દેશક-૫
૪૫૯
ઠસોઠસ ભરી શકે છે, પરંતુ ક્યારે ય આટલા રૂપો બનાવ્યા નથી, બનાવતા નથી અને બનાવશે પણ નહીં. એ પ્રમાણે બંને તરફ જનોઈ(યજ્ઞોપવિત) પહેરીને ગમન કરનાર પુરુષની સમાન રૂપોના સંબંધમાં કથન કરવું જોઈએ.
१० से हाणामए केइ पुरिसे एगओपल्हत्थियं काउं चिट्टेज्जा, एवामेव अणगारे वि भावियप्पा जाव चिट्ठेज्जा ?
एवं चेव जाव विडव्विसु वा विउव्वंति वा विउव्विस्संति वा; एवं दुहओपल्हत्थियं पि ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જે રીતે કોઈ પુરુષ, એક તરફ પલાંઠી વાળીને બેસે, તે રીતે શું ભાવિતાત્મા અણગાર પણ તે પુરુષની સમાન રૂપ બનાવીને બેસી શકે છે ?
ઉત્તર– હે ગૌતમ ! પૂર્વવત્ જાણવું જોઈએ,ત્યાં સુધી કે આટલા રૂપો ક્યારે ય બનાવ્યા નથી, બનાવતા નથી અને બનાવશે પણ નહીં. આ રીતે બંને તરફ પલાંઠી વાળીને બેસનાર પુરુષની સમાન રૂપના સંબંધમાં પણ જાણવું જોઈએ.
११ से जहा णामए केइ पुरिसे एगओपलियंकं काउं चिट्ठेज्जा एवामेव अणगारे वि ?
तं चेव जाव विडव्विसु वा विडव्वंति वा विडव्विस्संति वा; एवं दुहओ पलियंकं पि ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જે રીતે કોઈ પુરુષ એક તરફ પર્યંકાસન કરીને બેસે, તે જ રીતે ભાવિતાત્મા અણગાર પણ તે પુરુષની સમાન રૂપ બનાવીને બેસી શકે છે ?
ઉત્તર– હે ગૌતમ ! પૂર્વવત્ જાણવું જોઈએ, ત્યાં સુધી કે આટલા રૂપો ક્યારે ય બનાવ્યા નથી, બનાવતા નથી અને બનાવશે પણ નહીં. આ જ રીતે બંને તરફ પર્યંકાસન કરીને બેઠેલા પુરુષની સમાન રૂપોના સંબંધમાં પણ જાણવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભાવિતાત્મા અણગારના વૈક્રિય સામર્થ્યને પ્રદર્શિત કર્યું છે. વૈક્રિયલબ્ધિ સંપન્ન અણગાર બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને જ વિક્રિયા કરી શકે છે અને વિક્રિયા દ્વારા સૂત્રોક્ત પ્રત્યેક રૂપોથી સંપૂર્ણ જંબુદ્રીપને ઠસોઠસ ભરી શકે છે. આ કેવળ તેનો વિષયમાત્ર–સામર્થ્ય માત્ર છે. તેનો પ્રયોગ
ત્રિકાલમાં થતો નથી.