________________
૪૫૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૧)
ઉત્તર- હા, ગૌતમ! ઊડી શકે છે. | ७ अणगारे णं भंते ! भावियप्पा केवइयाई पभू एगओपडागाहत्थकिच्चगयाई रूवाइं विउव्वित्तए?
एवं चेव जाव विउव्विसु वा विउव्वंति वा विउव्विस्संति वा । एवं दुहओपडागं पि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ભાવિતાત્મા અણગાર, હાથમાં પતાકા લઈને ગમન કરતા પુરુષની સમાન કેટલા રૂપો બનાવી શકે છે?
ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવતુ જાણવું અર્થાતુ તે હાથમાં પતાકા લઈને ગમન કરતા પુરુષ સમાન રૂપોથી સંપૂર્ણ જંબૂદ્વીપને ઠસોઠસ ભરી શકે છે, પરંતુ ક્યારે ય આટલા રૂપો બનાવ્યા નથી, બનાવતા નથી અને બનાવશે પણ નહીં. આ રીતે બંને તરફ પતાકા ગ્રહણ કરેલા પુરુષના રૂપના સંબંધમાં કથન કરવું જોઈએ. | ८ से जहाणामए केइ पुरिसे एगओजण्णोवइयं काउं गच्छेज्जा, एवामेव अणगारे णं भावियप्पा एगओजण्णोवइयकिच्चगएणं अप्पाणेणं उड्डे वेहासं ૩પ્પાના ? હતા, ૩પ્પાના | ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જે રીતે કોઈ પુરુષ એક તરફ જનોઈ–યજ્ઞોપવીત પહેરીને ગમન કરે છે, શું ભાવિતાત્મા અણગાર તે રીતે એક તરફ જનોઈ ધારણ કરેલા પુરુષની સમાન રૂપ બનાવી ઉપર આકાશમાં ઊડી શકે છે?
ઉત્તર- હા, ગૌતમ! ઊડી શકે છે. | ९ अणगारे णं भंते ! भावियप्पा केवइयाई पभू एगओजण्णोवइयकिच्चगयाई रूवाई विउव्वित्तए?
तं चेव जाव विउव्विसु वा विउव्वंति वा विउव्विस्संति वा । एवं दुहओ जण्णोवइयं पि।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ભાવિતાત્મા અણગાર, એક તરફ જનોઈ ધારણ કરેલા પુરુષની સમાન કેટલા રૂપોની વિદુર્વણા કરી શકે છે?
ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ જાણવું જોઈએ. અર્થાત્ તે પ્રકારના રૂપોથી તે સંપૂર્ણ એક જંબૂદ્વીપને