________________
૪૫૨
શ્રી ભગવતી સૂત્ર–૧
પર્વતનું ઉલ્લંઘન કરી શકે છે ? પ્રલંઘન કરી શકે છે ?
ઉત્તર– હે, ગૌતમ ! તે અર્થ સમર્થ નથી.
પ્રશ્ન- હે ભગવન્ ! શું ભાવિતાત્મા અણગાર, બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને વૈભાર પર્વતનું ઉલ્લંઘન કરી શકે છે ? પ્રલંઘન કરી શકે છે ?
ઉત્તર- હા ગૌતમ ! તે કરી શકે છે.
२० अणगारे णं भंते ! भावियप्पा बाहिरए पोग्गले अपरियाइत्ता जावइयाई रायगिहे णयरे रूवाइं, एवइयाइं विउव्वित्ता वेभारं पव्वयं अंतो अणुप्पविसित्ता भू समं वा विसमं करेत्तए, विसमं वा समं करेत्तए ?
गोयमा ! णो इणट्टे समट्टे । एवं चेव बिईओ वि आलावगो णवरं परियाइत्ता पभू ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું ભાવિતાત્મા અણગાર, બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના જ રાજગૃહ નગરમાં જેટલા રૂપ છે, તેટલા રૂપોની વિક્ર્વણા કરીને અને વૈભાર પર્વતમાં પ્રવેશ કરીને, સમ પર્વતને વિષમ કરી શકે છે ? અથવા વિષમ પર્વતને સમ કરી શકે છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. અર્થાત્ બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના તે પ્રમાણે કરી શકતા નથી. આ જ રીતે બીજો આલાપક કહેવો જોઈએ પરંતુ વિશેષતા એ છે કે બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને પૂર્વોક્ત કાર્ય કરી શકે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભાવિતાત્મા અણગારની વૈક્રિય શક્તિનું વિધિ અને નિષેધ બંને અપેક્ષાએ કથન
કર્યું છે.
બાહ્ય પુદ્ગલનું ગ્રહણ અનિવાર્ય શા માટે ? :- - મૂળપાઠથી સ્પષ્ટ છે કે ભાવિતાત્મા અણગાર બાહ્ય પુદ્ગલને ગ્રહણ કરીને જ વિક્રિયા કરવામાં સમર્થ છે. બાહ્ય પુદ્ગલ ગ્રહણ કર્યા વિના વિક્રિયા કરી શકતા નથી.
ભાવિતાત્મા અણગારને ઔદારિક શરીરમાંથી વૈક્રિય શરીર બનાવવું હોય ત્યારે તેણે બાહ્ય પુદ્ગલનું ગ્રહણ કરવું પડે છે. તે સિવાય વૈક્રિય શરીર બની શકતું નથી અને વૈક્રિય શરીર બનાવ્યા વિના પર્વતનું ઉલ્લંઘન કે પ્રહ્લઘન થઈ શકતું નથી. તેથી જ બાહ્ય પુદ્ગલોનું ગ્રહણ અનિવાર્ય છે.
વિકુર્વણા કરનાર માયી કે અમાયી :
૨૨ મે મતે !જિ મારૂં વિનવ્વર, અમારૂં વિનવ્વરૂ ? ગોયમા ! મારૂં વિનવ્વર,