________________
શ્રી ભગવતી સૂત્ર–૧
ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! જે જીવ, નૈરયિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે કઈ લેશ્યામાં (કઈ લેશ્યા સાથે) ઉત્પન્ન થાય છે ?
૪૫૦
ઉત્તર– હે ગૌતમ ! જે લેશ્યાના દ્રવ્યોને ગ્રહણ કરીને જીવ કાલધર્મ પામે છે, તે લેશ્યામાં ઉત્પન્ન થાય છે, તે આ પ્રકારે છે– કૃષ્ણલેશ્યામાં, નીલલેશ્યામાં અને કાપોતલેશ્યામાં. આ રીતે જે દંડકની જે લેશ્યા હોય, તે કહેવી જોઈએ.
१७ जीवे णं भंते ! जे भविए जोइसिएसु उववज्जित्तए पुच्छा ?
गोयमा ! जल्लेसाइं दव्वाइं परियाइत्ता कालं करेइ तल्लेसेसु उववज्जइ, તું બહા- તેતેણેષુ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જે જીવ, જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે કઈ લેશ્યામાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જે જીવ, જે લેશ્યાના દ્રવ્યોને ગ્રહણ કરીને કાલધર્મ પામે છે, તે જીવ તે જ લેશ્યામાં ઉત્પન્ન થાય છે. યથા—એક તેજોલેશ્યામાં.
१८ जीवे णं भंते! जे भविए वेमाणिएसु उववज्जित्तए से णं भंते ! किं लेसेसु उववज्जइ ?
गोयमा ! जल्लेसाइं दव्वाइं परियाइत्ता कालं करेइ तल्लेसेसु उववज्जइ, तं जहा- तेउलेसेसु वा पम्हलेसेसु वा सुक्कलेसेसु वा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જે જીવ, વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે કઈ લેશ્યામાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જે જીવ, જે લેશ્યાના દ્રવ્યોને ગ્રહણ કરીને કાલધર્મ પામે છે, તે જીવ તે લેશ્યામાં ઉત્પન્ન થાય છે. યથા—તેજોલેશ્યામાં, પદ્મલેશ્યામાં અને શુક્લલેશ્યામાં.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ૨૪ દંડકના જીવોને ઉત્પત્તિ સમયે કઈ લેશ્યા હોય છે ? તે વિષયને સ્પષ્ટ કર્યો છે. ઉત્પત્તિ સમયની લેશ્યા :– એક સર્વ સામાન્ય સિદ્ધાંત છે કે નìસારૂં વલ્ગારૂં પયિાત્તા જાલં करेइ, तल्लेसेसु उववज्जइ । લેશ્યાના દ્રવ્યોને ગ્રહણ કરીને જીવ કાલધર્મ પામે છે તે જ લેશ્યાના પુદ્ગલ ગ્રહણ કરતાં જીવની ઉત્પત્તિ થાય છે અર્થાત્ જીવનના અંત સમયની અને પુનર્જન્મના પ્રથમ છે સમયની લેશ્યા એક જ હોય છે. આ વિષયનું સ્પષ્ટીકરણ ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન–૩૪માં પણ છે.