________________
૪૪૪
શ્રી ભગવતી સૂત્ર–૧
अभिलावेणं चत्तारि भंगा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું ભાવિતાત્મા અણગાર, વૈક્રિય સમુદ્દાતથી સમવહત થઈને યાનરૂપે જતાં દેવી સહિત દેવને જાણી અને જોઈ શકે છે ?
ઉત્તર– હે ગૌતમ ! કોઈ દેવી સહિત દેવને જોઈ શકે પરંતુ યાનને જોઈ શકતા નથી ઈત્યાદિ ચાર ભંગ કહેવા જોઈએ.
४ अणगारे णं भंते ! भावियप्पा रुक्खस्स किं अंतो पासइ, बाहिं पासइ ?
શ્વસમો । વં જિ મૂળ પાસફ, વું પાસફ ? ઘડમનો । મૂર્ત પાસફ, વધ पासइ ? चउभंगो । एवं जाव मूलेणं बीयं संजोएयव्वं । एवं कंदेण वि समं संजोए - यव्वं जाव बीयं । एवं जाव पुप्फेण समं बीयं संजोएयव्वं जाव अणगारे णं भंते ! भावियप्पा रुक्खस्स किं फलं पासइ, बीयं पासइ ? चउभंगो ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું ભાવિતાત્મા અણગાર, વૃક્ષના આંતરિક ભાગને જોઈ શકે છે કે બાહ્ય ભાગને જોઈ શકે છે?
ઉત્તર– હે ગૌતમ ! તેના પૂર્વવત્ ચાર ભંગ જાણવા.
પ્રશ્ન– તે જ રીતે ભાવિતાત્મા અણગાર મૂળને અને કંદને જોઈ શકે છે ?
ઉત્તર– તેના પણ પૂર્વવત્ ચાર ભંગ જાણવા.
પ્રશ્ન– મૂળને અને સ્કંધ–થડને જોઈ શકે છે ?
ઉત્તર– તેના પણ પૂર્વવત્ ચાર ભંગ જાણવા.
તે જ રીતે મૂળને—બીજ પર્યંત સંયોગ કરી પ્રશ્ન કરવા. આ પ્રમાણે સ્કંધની સાથે બીજ સુધીનો સંયોગ કરી પ્રશ્ન કરવા. તે જ રીતે ક્રમથી પુષ્પ સાથે બીજ પર્યંત સંયોગ કરી પ્રશ્ન કરવા. તે સર્વના ઉત્તરમાં પૂર્વવત્ ચાર ભંગ કહેવા જોઈએ યાવત્–
પ્રશ્ન- હે ભગવન્ ! શું ભાવિતાત્મા અણગાર, વૃક્ષના ફળને કે બીજને જોઈ શકે છે ?
ઉત્ત૨– હે ગૌતમ ! પૂર્વવત્ ચાર ભંગ કહેવા જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભાવિતાત્મા અણગારના અવધિજ્ઞાનના સમાર્થાનું ભિન્ન ભિન્ન રીતે કથન કર્યું છે.