________________
[ ૪૪૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
શતક-૩ : ઉદ્દેશક-૪) ORORDCR સંક્ષિપ્ત સાર છCROROR
* આ ઉદ્દેશકમાં અણગારની વૈક્રિયશક્તિ, આભિયોગિક શક્તિ અને અવધિજ્ઞાન, વાયુકાયની વિક્રિયશક્તિ તેમ જ મેઘના વિવિધ રૂપોના પરિણમનનું નિરૂપણ છે.
* ભાવિતાત્મા માથી અણગાર પોતાની વૈક્રિયશક્તિથી, બહારના પુદ્ગલોને ગ્રહણ કરીને જ વિદુર્વણા કરી શકે છે. વિદુર્વણા દ્વારા તે વિવિધ રૂપો બનાવી શકે છે, માયી અણગારથી અહીં કષાયયુક્ત કે પ્રમાદયુક્ત અણગારનો નિર્દેશ છે. તેમજ અમાયી અણગારથી વીતરાગી અને અપ્રમત અણગારનું કથન છે.
* વિક્રિયા દ્વારા વિવિધ રૂપો બનાવવા છતાં તેઓ તે રૂપે પરિણત થતા નથી. અમાથી અણગાર વિક્રિયા કરતા નથી. માયી અણગાર વિક્રિયા કરીને જો તેની આલોચના કરે તો આરાધક બને છે, અન્યથા વિરાધક બને છે.
* અવધિજ્ઞાન - અવધિજ્ઞાન લાયોપથમિક જ્ઞાન છે, ક્ષયોપશમની તરતમતાના આધારે અવધિજ્ઞાનના પણ અનેક ભેદ થાય છે. સૂત્રમાં તેની વિચિત્રતાનું દર્શન કરાવ્યું છે.
* કેટલાક અણગાર ઉત્તર વૈક્રિય શરીર બનાવીને યાનમાં જતાં દેવને જોઈ શકે છે, યાનને જોઈ શકતા નથી. કેટલાક યાનને જોઈ શકે છે, દેવને જોઈ શકતા નથી. કેટલાક બંનેને જોઈ શકે છે, કેટલાક બંનેને જોઈ શકતા નથી. આ રીતે મૂળ, કંદ, સ્કંધ આદિને જાણવાના વિષયમાં પણ પૂર્વવતુ ચાર ચાર બંગ થાય છે.
ક વાયકાયની વૈકિયશક્તિ :- વાયુકાયને વૈક્રિયશક્તિ હોય છે, પરંતુ તે સીમિત છે. તે પોતાની વૈક્રિયશક્તિથી વિવિધરૂપો બનાવી શકતા નથી. કેવળ ઉપર ઉઠેલી કે નીચે પડેલી ધજાના આકારની જ વિદુર્વણા કરીને અનેક યોજન સુધી ગતિ કરી શકે છે. તેનું વૈક્રિય શરીર પણ ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જ હોય છે.
* મેઘનું પરિણમન - મેઘ–વાદળ જડ પુગલ સમુદાય રૂપ છે. તેમાં વૈક્રિયશક્તિ નથી. પુદ્ગલના તથા પ્રકારના પરિણમનના કારણે મેઘ અનેક આકારે પરિણત થઈ શકે છે વાયુપ્રેરિત કે દેવપ્રેરિત તેની ગતિ અનેક યોજન પર્યત થઈ શકે છે.
* જીવ જે લેગ્યામાં મૃત્યુ પામે છે તે જ વેશ્યા યુક્ત સ્થાનમાં ઉત્પન્ન થાય છે.