________________
૪૧૪]
શ્રી ભગવતી સૂત્ર-૧
પરેમાળ = ધૂળની વર્ષા કરતા, તમુયં = અંધકાર કરતા, વિજ્ઞાનને = ત્રાસિત કરતા, વિપત વસા = ભગાવતા, વિભાવના = ચમકાવતા, ફુવં માડ = ઈન્દ્રકીલને માર્યો, અવસાબો = વશમાં નથી, વસમુવીમા = વશમાં થઈ જાય, ઉર સિર = શબ્દ કહ્યા. ભાવાર્થ :- આ પ્રમાણે કહીને ચમરેન્દ્ર ઉત્તર-પૂર્વ દિગ્વિભાગમાં અર્થાત્ ઈશાનકોણમાં ગયા. ત્યાં તેણે વૈક્રિય સમુઘાત કરી, તે બીજી વાર પણ વૈક્રિય સમુદ્યાત દ્વારા સમવહત થયા. આ પ્રમાણે કરીને ચમરેન્દ્ર એક મહાન ઘોર, ઘોર આકૃતિવાળું, ભયંકર, ભયંકર આકૃતિવાળું, ભાસ્વર, ભયાનક, ગંભીર, ત્રાસજનક, કૃષ્ણપક્ષની અર્ધરાત્રિ તથા અડદની રાશિ સમાન કાળું, એક લાખ યોજન ઊંચુ, મોટું શરીર બનાવ્યું. આ પ્રમાણે કરીને તે ચમરેન્દ્ર પોતાના હાથને પછાડવા લાગ્યા, હાથને પછાડીને ઉછળવા-કૂદવા લાગ્યા, મેઘની સમાન ગર્જના કરતાં, ઘોડાની જેમ હણહણાટ કરતાં, હાથીની જેમ ચિંઘાડતાં, રથની જેમ રણઝણાટ કરતાં, ભૂમિ પર જોરથી હાથ પછાડતાં, સિંહનાદ કરવા લાગ્યા, ઉછળવા લાગ્યા, પછડાટ ખાવા લાગ્યા. તે મલ્લની જેમ ત્રિપદીને છેદતાં,(ત્રણ વાર સાથળ ઉપર હાથ પછાડતાં ડાબી ભુજાને ઊંચી કરતાં, જમણા હાથની તર્જની આંગળી અને અંગૂઠાના નખ દ્વારા પોતાના મુખને વિડંબિત–વાકું ચૂકું કરવા લાગ્યા અને મહાન શબ્દો દ્વારા કલકલ શબ્દ કરવા લાગ્યા. આ રીતે એકલા જ, બીજા સાથી વિના પરિઘરત્ન નામના શસ્ત્રને ધારણ કરી, આકાશમાં ઊંચે ઊડવા લાગ્યા. [ઊડતી વખતે તેની તીવ્ર ગતિથી] જાણે અધોલોકને ક્ષભિત કરતાં, ભૂમિતલને કંપાવતાં, તિરછા લોકને ખેંચતાં, ગગનતલને ભેદતાં, તે ચમરેન્દ્ર, ક્યાંક ગર્જના કરતાં, ક્યાંક વીજળી ચમકાવતાં, ક્યાંક વર્ષા વરસાવતાં, ક્યાંક ધૂળની વર્ષા કરતાં, ક્યાંક અંધકાર કરતાં, ઉપર જવા લાગ્યા. ગમન કરતાં વ્યંતર દેવોને ત્રાસિત કરતા, જ્યોતિષી દેવોના બે વિભાગ કરી નાંખતાં અને આત્મરક્ષક દેવોને ભગાડતાં તિ ચમરેન્દ્રો પરિઘ રત્નને ધુમાવતાં, ચમકાવતાં ઉત્કૃષ્ટ ગતિ, ચંચલાદિગતિથી તિરછા અસંખ્ય દ્વીપસમુદ્રોની મધ્યમાં થઈને નીકળ્યા. નીકળીને સૌધર્મ કલ્પના સૌધર્માવલંસક વિમાનની સુધર્મા સભામાં પહોંચ્યા, ત્યાં પહોંચીને તેણે પોતાનો એક પગ પદ્મવર વેદિકા ઉપર રાખ્યો અને બીજો પગ સુધર્મા સભામાં રાખ્યો. મહાન હું કાર શબ્દ કરતાં, તેણે પોતાના પરિઘ રત્ન દ્વારા ઈન્દ્રકીલને ત્રણ વાર માર્યો પછી તેણે જોરથી બૂમ પાડીને કહ્યું કે, તે દેવેન્દ્ર દેવરાજ શક્ર ક્યાં છે? તેના ૮૪,૦૦૦ સામાનિક દેવ ક્યાં છે? તેના ૩,૩૬,૦૦૦ (ત્રણ લાખ છત્રીસ હજાર) આત્મરક્ષક દેવ ક્યાં છે? તથા તે કરોડો અપ્સરાઓ ક્યાં છે? આજે હું તે સર્વનું હનન કરું છું. આજે જ સર્વનો વધ કરું છું. જે અપ્સરાઓ આજ સુધી મારા વશમાં નથી, તે આજે મારા વશમાં થાય, આ પ્રમાણે કહીને ચમરેન્દ્ર આ પ્રકારના અનિષ્ટ, અકાંત, અપ્રિય, અસુંદર, અમનોહર અને અમનોજ્ઞ કઠોર શબ્દો કહ્યા. શક્રેન્દ્રનો પર કોપ અને અમરેંદ્રનું પલાયન :२१ तए णं से सक्के देविंदे देवराया तं अणिटुं जाव अमणामं असुयपुव्वं फरुसं गिरं सोच्चा णिसम्म आसुरुत्ते जाव मिसिमिसेमाणे तिवलियं भिउडिं णिडाले साहटु चमरं असुरिंदं असुररायं एवं वयासी- हं भो चमरा असुरिंदा