________________
શ્રી ભગવતી સૂત્ર–૧
भाणियव्वं, णवरं दो केवलकप्पे जंबूदीवे दीवे, अवसेसं तं चेव । एस जं गोयमा ! सक्कस्स देविंदस्स देवरण्णो इमेयारूवे विसए विसयमेत्ते बुइए, णो चेव णं संपत्तीए विउव्विसु वा विउव्वइ वा विउव्विस्सइ वा ।
૩ર
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આ પ્રમાણે કહીને દ્વિતીય ગૌતમ અગ્નિભૂતિ અણગારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું– હે ભગવન્ ! જો જ્યોતિષીઓના ઈન્દ્ર, જ્યોતિષરાજની આ પ્રકારની ઋદ્ધિ, વૈક્રિય શક્તિ વગેરે છે તો દેવેન્દ્ર દેવરાજ શક્ર કેવા મહાઋદ્ધિ સંપન્ન અને કેટલી વૈક્રિય શક્તિ સંપન્ન છે ?
ઉત્તર– હે ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ શક્ર મહાઋદ્ધિ, મહાપ્રભાવ આદિથી સંપન્ન છે. તેઓ ૩૨ લાખ વિમાનવાસો, ૮૪,૦૦૦ સામાનિક દેવો, ૩,૩૬૦૦૦ (ત્રણ લાખ છત્રીસ હજાર) આત્મરક્ષક દેવો અને અન્ય અનેક દેવો પર આધિપત્ય કરતા વિચરે છે. શક્રેન્દ્ર આ પ્રકારે મહાઋદ્ધિસંપન્ન છે. તેની વૈક્રિય શક્તિનું કથન ચમરેન્દ્રની સમાન જાણવું. વિશેષતા એ છે કે તે પોતાના વૈક્રિયકૃત રૂપોથી સંપૂર્ણ બે જંબુદ્રીપ જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરવામાં સમર્થ છે, તિરછા અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરવાની શક્તિ છે. આ તેનો વિષય છે, વિષયમાત્ર છે, સમ્પ્રાપ્તિ ક્રિયાત્મક નથી. આ પ્રકારની વિક્રિયા તેઓએ ક્યારે ય કરી નથી, કરતા નથી અને કરશે પણ નહીં.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શક્રેન્દ્રની ઋદ્ધિ અને વૈક્રિય શક્તિનું કથન કર્યું છે.
શક્રેન્દ્રની ઋદ્ધિ – તે પ્રથમ સૌધર્મ દેવલોકના ઈન્દ્ર છે. શક્રેન્દ્રના આવાસ, તેના વિમાનોના આકાર, તેના વર્ણ, ગંધાદિ, તેની લેશ્યા, શરીર આદિનું વિસ્તૃત વર્ણન શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં છે. તેની ઋદ્ધિ મૂળપાઠથી જ સ્પષ્ટ છે. ઋદ્ધિમાં 'ગાવ' શબ્દથી આઠ અગ્રમહિષીઓ, ચાર લોકપાલ, ત્રણ પરિષદ, સાત સેના, સાત સેનાપતિનું ગ્રહણ કર્યું છે.
વૈકિય શક્તિઃ– અસંખ્યાત દ્વીપ–સમુદ્ર જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરવાની વૈક્રિય શક્તિ હોવા છતાં પોતાના પ્રયોગાત્મક વૈક્રિયકૃત રૂપોથી શક્રેન્દ્ર બે જંબુદ્વીપ જેટલા ક્ષેત્રને ભરી શકે છે.
તિષ્યક અણગાર
પ્રભુ મહાવીરના અંતેવાસી શિષ્ય તિષ્યક નામના અણગાર હતા. જે રત્નત્રયની આરાધનાપૂર્વક નિરંતર છઠના પારણે છઠની તપસ્યા કરતા હતા. તે આઠ વર્ષની સંયમ પર્યાયનું પાલન કરી, ૩૦ દિવસનો સંથારો કરી, આરાધનાપૂર્વક કાલધર્મ પામ્યા અને શક્રેન્દ્રના સામાનિક દેવ—તિષ્યક દેવ તરીકે ઉત્પન્ન થયા.