________________
૩૫ર |
શ્રી ભગવતી સૂત્ર-૧
(૭) અનીક - સૈનિકનું કામ કરે તેને અનીક અને જે સેનાપતિનું કામ કરે તેને અનીકાધિપતિ કહે છે. (૮) પ્રકીર્ણક – જે દેવ નગરજનોની સમાન હોય તેને પ્રકીર્ણક કહે છે. (૯) આભિયોગિક - જે દેવ દાસની સમાન હોય તેને આભિયોગિક કહે છે. (૧૦) કિલ્પિષી - જે દેવ ચાંડાલની સમાન હોય તેને કિલ્વિષી કહે છે.
વ્યંતર અને જ્યોતિષી દેવોમાં લોકપાલ અને ત્રાયસ્વિંશક જાતિના દેવ હોતા નથી. શેષ આઠ પ્રકાર જ હોય છે. વૈમાનિકમાં બાર દેવલોક સુધી આ દશ ભેદ હોય છે. તે પછી સર્વ દેવ અહમિંદ્ર છે. ચમરેન્દ્રની વૈક્રિય શક્તિ – તે પોતાનાસ્વશરીર પ્રતિબદ્ધ] વૈક્રિયકૃત રૂપો દ્વારા સંપૂર્ણ જેબૂદ્વીપને વ્યાપ્ત કરી શકે છે. તેમજ અસંખ્ય દ્વીપ-સમુદ્ર સુધીના ક્ષેત્રોને વ્યાપ્ત કરવાનું તેનું સામર્થ્ય છે. વિકિયા–વૈકિય શક્તિ - જે શક્તિથી એક–અનેક, દશ્ય, અદશ્ય આદિ અનેક રૂપો બનાવી શકાય, તેવી વિવિધ પ્રકારની ક્રિયાને વિક્રિયા અથવા વૈક્રિય શક્તિ કહે છે. નારકી, દેવ, વૈક્રિયલબ્ધિ સંપન્ન મનુષ્યો, તિર્યય પંચેન્દ્રિય અને વાયુકાયને આ પ્રકારની લબ્ધિ હોય છે. વિકણા કરવાની પદ્ધતિ -ચમરેન્દ્ર ઉત્તર વૈક્રિય શરીર બનાવવા વૈક્રિય સમુદ્દઘાત કરી, આત્મપ્રદેશોને બહાર કાઢી, સંખ્યાત યોજનાનો દંડ બનાવે છે. તે દંડ જાડાઈમાં શરીર પરિમાણ અને લંબાઈમાં સંખ્યાત યોજનનો હોય છે. તે કર્કેતન, રિષ્ટ આદિ રત્નોના પૂલ પુદ્ગલો ખંખેરીને, સૂક્ષ્મ અને સારભૂત પુગલોને ગ્રહણ કરીને, તેમાંથી અસુરકુમાર દેવ-દેવીઓના અનેક રૂપોની વિફર્વણા કરે છે.
પ્રસ્તુત સૂત્રના મૂળપાઠમાં રથના ગાવરિા અહવાયરે પોતાને રિસા પાઠ છે. યાવત શબ્દથી વજ, વૈર્ય આદિ અનેક રત્નોના નામનું ગ્રહણ થાય છે. અહીં 'રત્નના પુદ્ગલો' શબ્દથી "રત્ન સમાન સારયુક્ત પુલ ગ્રહણ કરે" તેમ અર્થ થાય છે. રત્નોના પુદ્ગલો ઔદારિક શરીરના છે. વૈક્રિય શરીર બનાવવા વૈક્રિય સમુઘાત દ્વારા વૈક્રિય પુગલની જ આવશ્યકતા રહે, માટે રત્ન જેવા સારભૂત પુલો ગ્રહણ કરે, તેવો અર્થ થાય છે. કેટલાક આચાર્યોના અભિપ્રાયે વૈક્રિય સમુદ્યાત દ્વારા ઔદારિક પુલોનું ગ્રહણ થાય તેમ છતાં વૈક્રિય સામર્થ્યથી તે વૈક્રિય રૂપે પરિણમન પામે છે. અનેક રૂપોની સંલગ્નતા માટે દષ્ટાંત:- સૂત્રકારે બે દષ્ટાંતના માધ્યમે વિષયને સ્પષ્ટ કર્યો છે. જેમ કોઈ યુવાન પુરુષ યુવતીનો હાથ પકડી તેને બાહુપાશમાં લેવા સમર્થ છે, ચક્રની નાભિ આરાઓને જકડી રાખવામાં સમર્થ છે, તેમ અમરેન્દ્ર વૈક્રિય શક્તિથી અનેક રૂપો બનાવી, તેના દ્વારા જબૂદ્વીપને ભરવા સમર્થ છે.
વિદુર્વણા કરી બનાવેલા અનેક રૂપો મૂળરૂપ સાથે સંલગ્ન રહે છે, જેમ યુવાન યુવતી સાથે અને આરા નાભિ સાથે જોડાયેલ હોય તેમ વૈક્રિય શક્તિ દ્વારા બનાવેલ આ વિવિધરૂપો મૂળરૂપ સાથે જોડાયેલ રહે છે, તેનાથી પૃથક અસ્તિત્વ ધરાવી શકતા નથી. પૃથક દેખાતા તે વિવિધ રૂપો વાસ્તવમાં આત્મપ્રદેશોથી