________________
શતક—૩ : ઉદ્દેશક-૧
૩૫૧
રૂપ] અસુરકુમાર દેવ અને દેવીઓ દ્વારા જંબૂતીપ નામના દ્વીપને પરિપૂર્ણ, આકીર્ણવ્યાપ્ત, વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ, સંસ્તીર્ણ, સ્પષ્ટ અને ગાઢાવગાઢ કરવામાં સમર્થ છે. [ઠસોઠસ ભરી શકે છે] હે ગૌતમ ! તે ઉપરાંત તે અસુરેન્દ્ર અસુરરાજ ચમર, અનેક અસુરકુમાર દેવ–દેવીઓ દ્વારા આ તિર્યગ્લોકમાં પણ અસંખ્યાત દ્વીપ–સમુદ્ર સુધીના સ્થળને આકીર્ણ, વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ, સંસ્તીર્ણ, સ્પષ્ટ અને ગાઢાવગાઢ કરી શકે છે અર્થાત્ ચમરેન્દ્ર પોતાની વૈયિશક્તિથી અસંખ્ય દ્વીપ સમુદ્રોને ભરી શકે છે, તેટલા રૂપોની વિકુર્વણા કરી શકે છે. હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની આ પ્રકારની શક્તિ છે, વિષય છે, વિષય માત્ર છે, પરંતુ ચમરેન્દ્રે સમ્પ્રાપ્તિથી—ક્રિયા રૂપે આટલા રૂપોની વિધ્રુવણા કરી નથી, કરતા નથી અને કરશે પણ નહીં.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચમરેન્દ્રની ઋદ્ધિ અને વૈક્રિયશક્તિનું દર્શન કરાવ્યું છે.
ચમરેન્દ્રની ઋદ્ધિ – તેના ૩૪ લાખ ભવનાવાસ, ૪,000 સામાનિક દેવો અને ૩૩ ત્રાપસ્વિંશક દેવો છે.
ત્યાર પછી મૂળપાઠમાં 'નાવ' શબ્દપ્રયોગ છે. તેનાથી આ પ્રમાણેની ઋદ્ધિનું ગ્રહણ થાય છે— ચાર લોકપાલ, પરિવાર સહિત પાંચ અગ્રમહિષી–પટ્ટરાણી, ત્રણ પરિષદ, સાત સેના, સાત સેનાધિપતિ, ૨,૫૬,૦૦૦ (બે લાખ છપ્પન હજાર)આત્મરક્ષક દેવો, આ સર્વ પર ચમરેન્દ્રનું આધિપત્ય છે.
દેવોના ૧૦ પ્રકાર :– દેવોમાં પદ, પ્રતિષ્ઠા, સત્તા આદિની અપેક્ષાએ તરતમતા હોય છે. તેથી તેના દસ પ્રકાર છે.
(૧) ઈન્દ્ર :- સામાનિક આદિ સર્વ પ્રકારના દેવોના સ્વામી ઈન્દ્ર કહેવાય છે. તે અન્ય દેવોથી વિશિષ્ટ શક્તિ સંપન્ન તેમ જ અણિમાદિ લબ્ધિથી સુશોભિત હોય છે.
(૨) સામાનિક :– આજ્ઞા અને ઐશ્વર્ય સિવાય આયુષ્ય, બલ, વીર્ય, પરિવાર, ભોગ–ઉપભોગની સામગ્રીમાં ઈન્દ્રની સમાન હોય, તેને સામાનિક દેવ કહે છે.
(૩) ત્રાયસ્પ્રિંશ :– જે દેવ મંત્રી અને પુરોહિતનું કાર્ય કરે છે, તેને ત્રાયત્રિંશ કહે છે. તેની સંખ્યા ૩૩ જ હોય છે.
(૪) પારિષધ (પરિષદ)ઃ– ઈન્દ્રના મિત્ર સમાન હોય તેને પારિષધ દેવ કહે છે.
(૫) આત્મરક્ષક :– ઈન્દ્રના અંગરક્ષક દેવોને આત્મરક્ષક કહે છે. ઈન્દ્રને કોઈ પણ પ્રકારના અનિષ્ટની શક્યતા નથી, તેમ છતાં કર્તવ્યપાલન કરવા આત્મરક્ષક દેવો હંમેશાં શસ્ત્રસજ્જ બનીને ઈન્દ્રની ચારે તરફ ઊભા રહે છે.
(૬) લોકપાલ :– સીમાની રક્ષા કરે તેને લોકપાલ કહે છે.
--