________________
[ ૩૩૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
सउट्ठाणे जाव वत्तव्वं सिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે, કે તથારૂપ જીવ આત્મભાવથી જીવત્વને પ્રદર્શિત કરે છે, એમ કહી શકાય?
ઉત્તર- હે ગૌતમ ! જીવ આભિનિબોધિક જ્ઞાનના અનંત પર્યાયો, શ્રુતજ્ઞાનના અનંત પર્યાયો, અવધિજ્ઞાનના અનંત પર્યાયો, મન:પર્યવજ્ઞાનના અનંત પર્યાયો, કેવળજ્ઞાનના અનંત પર્યાયો; મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાનના અનંત પર્યાયો; ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળ દર્શનના અનંતપર્યાયોના ઉપયોગને પ્રાપ્ત કરે છે. કારણ કે ઉપયોગ જીવનું લક્ષણ છે. હે ગૌતમ ! તેથી એમ કહેવાય છે કે ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષાકાર–પરાક્રમવાળો જીવ, આત્મભાવથી જીવભાવ ચિતન્ય સ્વરૂપ)ને પ્રદર્શિત કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જીવનું જીવ––ચૈતન્ય કઈ રીતે પ્રગટ થાય છે, તે વિષયને સ્પષ્ટ કર્યો છે.
પ્રશ્ન એ છે કે જીવ સ્વયં અમૂર્ત છે તો તેનું જીવત્વ કઈ રીતે જાણી શકાય?
તેનું સમાધાન આ સૂત્રમાં કર્યું છે કે ઉત્થાનાદિ ક્રિયાઓ દ્વારા તેનું જીવત્વ પ્રગટ થાય છે. કારણ કે વિશિષ્ટ ચેતના શક્તિ હોય તો જ ઉત્થાનાદિ ક્રિયાઓ સંભવિત છે. આ રીતે જીવ ઉત્થાનાદિ ક્રિયાઓથી પોતાના જીવત્વને પ્રકાશિત કરે છે.
બીજી રીતે જીવ આભિનિબોધિકજ્ઞાનાદિ બાર ઉપયોગમાંથી કોઈ પણ એક ઉપયોગને અવશ્ય પ્રાપ્ત કરે છે અને ઉપયોગ તે જીવનું લક્ષણ છે. આ વિશેષ લક્ષણ દ્વારા જીવ, પોતાના જીવત્વને પ્રગટ કરે
ઉત્થાનાદિ વિશેષણ સંસારી જીવ માટે જ છે કારણ કે મુક્તજીવોમાં ઉત્થાનાદિ ક્રિયા નથી, કેવળ જ્ઞાન, કેવળદર્શન, બે ઉપયોગ તેઓના જીવત્વને પ્રદર્શિત કરે છે.
પર્યવ-પર્યાય :- પ્રજ્ઞાકત વિભાગ અથવા પરિચ્છેદને પર્યવ અથવા પર્યાય કહે છે. પ્રત્યેક જ્ઞાન, અજ્ઞાન અને દર્શનના અનંત અનંત પર્યાય હોય છે.
આકાશાસ્તિકાય સાથે અન્ય દ્રવ્યની સ્પર્શના :१४ कइविहे णं भंते ! आगासे पण्णत्ते ?
गोयमा ! दुविहे आगासे पण्णत्ते, तं जहा- लोयागासे य आलोयागासे य । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આકાશના કેટલા પ્રકાર છે?