________________
૩૨૮
શ્રી ભગવતી સૂત્ર-૧
શિતક-ર : ઉદ્દેશક-૧૦
989808 સક્ષિત સાર છRROR
આ ઉદ્દેશકમાં પંચાસ્તિકાયનું દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણની અપેક્ષાએ નિરૂપણ અને ધર્માસ્તિકાયાદિની લોક સ્પર્શના વિષયક વર્ણન છે. * ધમનિકાય- જીવ અને પુદગલ દ્રવ્યને ગતિ ક્રિયામાં સહાયક બને તે ધર્માસ્તિકાય છે. તે અસંખ્યાત પ્રદેશોના પિંડરૂપ એક દ્રવ્ય છે. તેથી સંપૂર્ણ સ્કંધને જ ધર્માસ્તિકાય કહેવાય છે. તેમાંથી એકાદ પ્રદેશ ન્યૂન સ્કંધને પણ ધર્માસ્તિકાય કહી શકાય નહીં. તે ધર્માસ્તિકાય દ્રવ્યથી એક દ્રવ્ય રૂપ, ક્ષેત્રથી લોકપ્રમાણ, કાલથી અનાદિ અનંત, ભાવથી અરૂપી અને ગુણથી ચલન સહાયક છે. * અધમસ્તિકાય- તેનું સ્વરૂપ દ્રવ્ય, ક્ષેત્ર અને કાળથી ધર્માસ્તિકાયની સમાન છે. તે ગુણથી જીવ અને પુદ્ગલને સ્થિતિ સહાયક છે. * આકાશાસ્તિકાય- તેનું સ્વરૂપ દ્રવ્યથી અને કાળથી ધર્માસ્તિકાયની સમાન જાણવું. તે ક્ષેત્રથી લોકાલોક પ્રમાણ અને ગુણથી સર્વદ્રવ્યને અવગાહના પ્રદાન કરે છે. આકાશના બે ભેદ છે. લોકાકાશ અને અલોકાકાશ. જેટલા ક્ષેત્રમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો સ્થિત હોય તેને લોકાકાશ અને તે સિવાયના આકાશને અલોકાકાશ કહે છે.
લોકાકાશમાં સર્વ જીવો, જીવ દેશ અને જીવ પ્રદેશ તેમજ અરૂપી અજીવના સ્કંધ, દેશ, પ્રદેશ તથા રૂપી અજીવના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ હોય છે. અલોકાકાશમાં અગુરુલઘુગુણયુક્ત આકાશ દ્રવ્ય સિવાય અન્ય જીવ કે અજીવ દ્રવ્ય હોતા નથી. * જીવાસ્તિકાય- દ્રવ્યથી અનંતદ્રવ્ય, ક્ષેત્રથી લોકપ્રમાણસંપૂર્ણ લોક અનંતજીવોથી વ્યાપ્ત છે. એક જીવની અપેક્ષાએ લોકપ્રમાણ અસંખ્યાત પ્રદેશી, કાલથી અનાદિ અનંત, ભાવથી અરૂપી, ગુણથી ઉપયોગ ગુણયુક્ત છે. જીવ ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમથી અથવા મતિજ્ઞાનાદિ ૧૨ ઉપયોગના માધ્યમથી પોતાના આત્મભાવને અર્થાત્ જીવત્વને પ્રગટ કરે છે. * પગલાસ્તિકાય- દ્રવ્યથી અનંત, ક્ષેત્રથી લોકપ્રમાણ, કાળથી શાશ્વત, ભાવથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ યુક્ત-રૂપી, ગુણથી ગ્રહણ–ધારણ ગુણ છે અર્થાત્ તેને ગ્રહણ અને ધારણ કરી શકાય છે. * ધર્માસ્તિકાયની લોકસ્પર્શના–ધર્માસ્તિકાય લોકપ્રમાણ એક અખંડ દ્રવ્ય છે. અધોલોકધર્માસ્તિકાયના કંઈક અધિક અર્ધા ભાગને, ઉર્ધ્વલોક કંઈક ન્યૂન અર્ધાભાગને, તિરછાલોક અસંખ્યાતમા ભાગને સ્પર્શે છે. નરક, પૃથ્વી, દ્વીપ, સમુદ્ર, દેવલોક, ઘનોદધિ આદિ ધર્માસ્તિકાયના અસંખ્યાતમાં ભાગ માત્ર છે. સાતે નરકના પ્રત્યેક અવકાશાર ધર્માસ્તિકાયના સંખ્યામાં ભાગ પ્રમાણ છે.