________________
શતક-૨: ઉદ્દેશક-૯
_.
૩ર૭ |
તથા મનુષ્યો છે. જ્યાં સમય–આવલિકા આદિ કાલ છે. સ્થૂલ વિધુત છે, મેઘગર્જના છે, મેઘ વરસે છે, બાદર અગ્નિ છે; આકરખિાણ), નિધિ, નદી, ઉપરાગચંદ્ર-સૂર્યગ્રહણ છે; ચંદ્ર, સૂર્ય, તારા આદિનું અતિગમન[ઉત્તરાયણ અને નિર્ગમન[દક્ષિણાયન છે તથા રાત્રિ અને દિવસ વધે, ઘટે છે ઈત્યાદિ ભાવો છે ત્યાં સુધીના ક્ષેત્રને સમયક્ષેત્ર અથવા મનુષ્યક્ષેત્ર કહે છે.
સમયક્ષેત્રનું પરિમાણ માપ] - સમયક્ષેત્ર ૪૫ લાખ યોજન પ્રમાણ છે. તેમાં સહુની વચ્ચે એક લાખ યોજનનો જંબૂદ્વીપ છે તેને ફરતો બે લાખ યોજનાનો લવણ સમુદ્ર છે. તેને ફરતો ચાર લાખ યોજનનો ધાતકી ખંડ દ્વીપ છે, તેને ફરતો આઠ લાખ યોજનનો કાલોદધિ સમુદ્ર છે. તેને ફરતો ૧૬ લાખ યોજનાનો પુષ્કર દ્વીપ છે. તે પુષ્કરદ્વીપની મધ્યમાં અર્થાત્ આઠ લાખ યોજન પછી મનુષ્યક્ષેત્રની મર્યાદા-સીમા કરનાર માનુષોત્તર પર્વત છે આ રીતે
જંબુદ્દીપ | લવણસમુદ્ર | ઘાતકી ખંડ | કાલોદધિ સમુદ્ર | પુષ્કરાદ્ધ દ્વીપ ૧ લાખ યો. ૨૨ લાખ યો. | ૪+૪ લાખ યો. | ૮+૮ લાખ યો. | ૮+૮ લાખ યો.
આ રીતે કુલ ૪૫ લાખ યોજન થાય છે. આ ક્ષેત્રને સમયક્ષેત્ર, મનુષ્યક્ષેત્ર અથવા અઢીદ્વીપક્ષેત્ર કહે છે. તેનું વિશેષ વર્ણન જીવાભિગમ સૂત્રમાંથી જાણવું.
ને શતક ર/૯ સંપૂર્ણ છે.