________________
શતક–૨: ઉદ્દેશક-૮
_.
[ ૩૨૧]
| શતક-ર : ઉદ્દેશક-૮)
સંક્ષિપ્ત સાર છROCROR
આ ઉદ્દેશકમાં ચમરેન્દ્રની રાજધાની વિષયક વર્ણન છે. મેરુ પર્વતથી દક્ષિણમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર પછી અરુણોદય સમુદ્ર છે. તેની અંદર ૪૨,000 યોજન ગયા પછી તિગિચ્છકૂટ નામનો ચમરેન્દ્રનો ઉત્પાત પર્વત છે. તેનાથી દક્ષિણ દિશામાં ૫૫,૩૫,૫૦,૦૦૦ [છસો પંચાવન કરોડ, પાંત્રીસ લાખ પચાસ હજાર યોજનયોજન સમુદ્રમાં ગયા પછી ચમચંચા રાજધાનીમાં જવાનો માર્ગ છે. તે માર્ગથી ૪૦,000 યોજન નીચે જવા પર ચમરચંચા રાજધાની આવે છે. તે રાજધાની એક લાખ યોજન લાંબી પહોળી છે, ૧૫૦ યોજન ઊંચો અને ૫૦ યોજન પહોળો કોટ છે. તેમાં ૨000 દ્વાર છે. જે ૨૫૦ યોજન ઊંચા અને ૧૨૫ યોજન પહોળા છે. તે રાજધાનીમાં સુધર્માસભા છે. તેમાં રાજભવન ક્ષેત્ર ૧૬,000 યોજન લાંબુ પહોળું અને ગોળાકાર છે. ત્રણ ગુણી સાધિક તેની ગોળાઈ છે. તેનું વર્ણન સૂર્યાભ દેવની સમાન છે. * ઉત્પાત પર્વત :- ૧,૭ર૧ યોજન ઊંચો છે. તે પદ્મવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલો છે. તેના શિખર પર પ્રાસાદાવસક–મહેલ છે. તેમાં સપરિવાર અમરેન્દ્રને બેસવા માટે સિંહાસન અને ભદ્રાસન છે. અમરેન્દ્ર જ્યારે અધોલોકથી તિરછા લોકમાં આવે ત્યારે ઉત્પાતપર્વત પર એક વિશ્રાંતિ કરે છે. ત્યાં ઉત્તર વૈક્રિયથી નાનું વિમાન વગેરે બનાવવું હોય તે બનાવે છે.
આ રીતે ચમરેન્દ્ર પૂર્વના પુણ્ય યોગે દિવ્ય ઋદ્ધિ ભોગવે છે.