________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા
સમયના પ્રવાહ સાથે આગમ બત્રીસીનું કામ ક્રમશઃ આગળ વધી રહ્યું હતું. એક પછી એક આગમનું સંપાદન કરતાં શ્રી ભગવતી સૂત્રના સંપાદનનો સુઅવસર આવ્યો. શાસ્ત્રનો અનુવાદ તો કર્યો પરંતુ સંપાદન કાર્યની જવાબદારી વિશેષ હોય છે.
શ્રી ભગવતી સૂત્ર દ્રવ્યાનુયોગ સભર વિશાળ શાસ્ત્ર છે તેમ છતાં તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા.ના પાવન સાનિધ્યમાં આ શાસ્ત્રની બે વાર વાંચના થઇ હતી, તેથી અંતરમાં શ્રધ્ધા સહ વિશ્વાસ હતો કે આ શાસ્ત્રના સંપાદનમાં આપણે યત્કિંચિત પ્રયત્ન કરી શકશું.
પૂ. ગુરુદેવના સ્મરણ સાથે કાર્યનો પ્રારંભ થયો. શ્રી ભગવતી સૂત્રમાં વિષયની વિવિધતા સાથે ગંભીરતા પ્રતીત થાય છે, તેથી કેટલાક વિષયો વૃત્તિ અને ટકાના આધારે, કેટલાક વિષયો અન્ય શાસ્ત્રના સંદર્ભથી તો કેટલાક વિષયો શાસ્ત્રના ભાવોની સમજણથી સ્પષ્ટ કરવા પડે છે.
શતક - ૧/૨માં જીવના સંસારસંસ્થાને કાલનું વર્ણન છે. સુત્રો અત્યંત સંક્ષિપ્ત હોવાથી માત્ર સૂત્રાર્થથી તેનો ભાવ સમજી શકાય તેમ નથી. અમે વૃત્તિના આધારે વ્યવહારિક ઉદાહરણ સહિત વિષયની સ્પષ્ટતા કરી છે.
શતક - ૨/૧માં સ્કંદક અણગારની તપસાધનામાં બાર ભિક્ષુપ્રતિમાનું કથન છે. ભિક્ષુપ્રતિમા શું છે, તેની આરાધના કેવી રીતે કરવી ? તેનું વર્ણન પ્રસ્તુત પ્રસંગમાં નથી. વાચકોની જિજ્ઞાસાની પૂર્તિ કરવા વૃત્તિ તથા શ્રી દશાશ્રુતસ્કંધસૂત્રના આધારે તે વિષયનું વિવેચન કર્યું છે.
શતક - ૨/૨માં સમુદ્રઘાત અને શતક - ૨/૬માં ‘ભાષા’ વિષયક અતિદેશાત્મક સંક્ષિપ્ત પાઠ છે તેનું વિવેચન શ્રી પ્રજ્ઞાપના સૂત્રના આધારે કર્યું છે.
શતક – ૧/૧માં દેવોના શ્વાસોચ્છવાસના કાલમાનનું કથન છે. તેમાં મુહુર પુરંત્ત’ મુહર્ત પૃથકત્વ શબ્દનો પ્રયોગ છે. તેનો પ્રચલિત અર્થ બે થી નવ મુહર્ત થાય છે.
તળ00