________________
શતક–૨: ઉદ્દેશક-૫
_.
૩૦૩ |
'તહત' કહીને સ્વીકાર કરવો. મનથી- મનને અન્યત્ર જતાં રોકી, એકાગ્ર બની, ધર્મના રંગમાં રંગાઈને સંવેગભાવ ઉત્પન્ન કરવો.
શ્રાવકો આ પાંચ પ્રકારના અભિગમ સહિત સ્થવિર મુનિઓના દર્શનાર્થે ગયા, જઈને વંદન, નમસ્કાર આદિ કરીને, શ્રદ્ધાપૂર્વક ત્રિકરણ યોગની શુદ્ધિથી પર્યાપાસના કરવા લાગ્યા. ધર્મોપદેશ અને પ્રશ્નોત્તર :| १५ तए णं थेरा भगवंतो तेसिं समणोवासयाणं तीसे य महइमहालियाए परिसाए चाउज्जामं धम्म परिकहति । जहा केसिसामिस्स जाव समणोवासियत्ताए आणाए आराहए भवंति जाव धम्मो कहिओ । ભાવાર્થ :- તત્પશ્ચાત્ તે સ્થવિર ભગવંતોએ તે શ્રમણોપાસકોને તથા તે મોટી પરિષદ ધિર્મસભાને કેશી શ્રમણની જેમ ચાતુર્યામ ધર્મનો ઉપદેશ આપ્યો, અંતે આગારધર્મનો ઉપદેશ આપતાં કહ્યું કે શ્રમણોપાસક પોતાની શ્રમણોપાસકતા દ્વારા જિનાજ્ઞાના આરાધક થાય છે. આ રીતે ધર્મકથા પૂર્ણ થઈ. |१६ तए णं ते समणोवासया थेराणं भगवंताणं अंतिए धम्म सोच्चा णिसम्म हट्ठतुट्ठ जाव हियया तिक्खुत्तो आयाहिणपयाहिणं करेंति जाव तिविहाए पज्जुवासणाए पज्जुवासंति, पज्जुवासित्ता एवं वयासी
संजमे णं भंते ! किं फले ? तवे णं भंते ! किं फले ?
तए णं ते थेरा भगवंतो ते समणोवासए एवं वयासी- संजमे णं अज्जो ! अणण्हयफले, तवे वोदाणफले । ભાવાર્થ :- ત્યાર પછી તે શ્રમણોપાસક સ્થવિર ભગવંતોનો ધર્મોપદેશ સાંભળીને અને હૃદયંગમ કરીને, અત્યંત હર્ષિત અને સંતુષ્ટ થયા. તેમનું હૃદય ખીલી ઊઠ્યું. તેઓએ સ્થવિર ભગવંતોને જમણી તરફથી ત્રણ વાર પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કરીને, ત્રણ પ્રકારેપૂર્વોક્ત] પર્યુપાસના કરી, આ પ્રમાણે પૂછ્યું,
પ્રશ્ન- હે ભગવન્! સંયમનું શું ફળ છે? હે ભગવન્! તપનું શું ફળ છે?
ઉત્તર- તે સ્થવિર ભગવંતોએ શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું, હે આર્યો ! સંયમનું ફલ અનાશ્રવતાઆશ્રવ રહિતતા-સંવર સંપન્નતા છે અને તપનું ફલ વ્યવદાન-કર્મોનો વિશેષરૂપે નાશ કરવો, તે છે અથવા કર્માંકથી મલિન આત્માને શુદ્ધ કરવો તે છે. | १७ तए णं ते समणोवासया थेरे भगवंते एवं वयासी- जइ णं भंते ! संजमे